હળવદ ભાજપ આઈ.ટી.સેલ અને સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની વરણી 

- text


હળવદ : હળવદમાં ભાજપ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,તાલુકા ભાજપ પ્રમુખ વાશુદેવભાઈ પટેલ અને મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા દ્વારા હળવદ ભાજપના આઈ.ટી.સેલના અને સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની વરણી કરવામાં આવી છે જેમાં આઈ.ટી.સેલના ઈન્ચાર્જ તરીકે રાજેશભાઈ માકાસણા, સહ ઈન્ચાર્જ તરીકે દિલિપભાઈ દલવાડી જ્યારે સોશિયલ મિડીયાના ઈન્ચાર્જ તરીકે હાર્દિક માલાસણા અને સહ ઈન્ચાર્જ તરીકે વિકાસ કુરીયાની નિમણુંક કરવામાં આવી છે.

- text