હળવદમાં ભાજપ-કોગ્રસ છોડી ‘આપ’ સાથે હાથ મિલાવતા આગેવાનો

- text


સંવેદના મુલાકાત સમયે ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવી હળવદ આવશે

હળવદ : હળવદમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં યુવાનો, વડીલો તેમજ મહિલાઓ જોડાઈ રહી છે ત્યારે ગઈકાલે મયુરનગર ગામે 50 જેટલા યુવાનો, વડીલો અને મહિલાઓએ ભાજપ-કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી નો ખેસ અને ટોપી ધારણ કર્યા હતા.

આગામી 28 જૂનથી 28 જુલાઈ સુધી સોમનાથ થી અંબાજી ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ આમ આદમી પાર્ટીના યુવા નેતા ઈશુદાન ગઢવી જન સંવેદના મુલાકાતે નીકળવાના હોવાથી તેઓ હળવદ ખાતે પણ આવવાના છે અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોની મુલાકાત કરશે જે અંગે હળવદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ દરેક વિસ્તારમાં પ્રવાસ આરંભી દિધો છે સાથે જ પાર્ટીને મજબૂત બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગઇકાલે આમ આદમી પાર્ટીની એક બેઠક મયુરનગરમાં યોજાઇ હતી જેમાં મયૂરનગરના ૫૦થી વધુ લોકોએ ભાજપ-કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીને પસંદ કરી હતી.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાંથી પાર્ટીના અગ્રણી યોગેશભાઈ રંગપરીયા,હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલ ભાઈ રબારી, હિતેશભાઈ વરમોરા, દિપભાઈ પારેજીયા, હિતેશભાઈ મકવાણા, ચંદુભાઈ મોરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text