મોરબીમાં પશુપાલક મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આગાખાન સંસ્થા દ્વારા પશુપાલક મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

આજે તા. ૨૨/૦૬/૨૦૨૧ના રોજ મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘પશુપાલન એક વ્યવસાય’ વિષય ઉપર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ તાલીમ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને આગાખાન સંસ્થાના સંયુકત ઉપક્રમે યોજાયેલ હતો.

આ તાલીમ કાર્યક્રમમાં ડો. એન. જે. વડનગરા, મદદનીશ પશુ નિયામક મોરબી દ્વારા સ્વચ્છ દુધ ઉત્પાદન વિષે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. એલ. એલ. જીવાણી તેમજ ડી. એ. સરડવાએ કપાસ અને મગફળીમાં આવતા રોગ જીવાત અને તેમના નિયંત્રણ ઉપર માહિતી આપેલ. તેમજ હેતલબેન પડસુંબિયાએ દુધની મુલ્ય વૃધ્ધિ અને તેની વિવિધ બનાવટો વિષે જાણકારી આપેલ તેમજ આગાખાન સંસ્થાના દિનેશભાઇએ આગાખાન સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ વિષે જાણકારી આપેલ હતી.

- text

આ તાલીમ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા, અરણીંટીબા, અમરસર, કોટડા નાયાણી ગામના તેમજ ટંકારા તાલુકાના ટોળ ગામના મળી કુલ ૪૩ પશુપાલક મહિલાઓ તેમજ ૭ અધિકારીઓએ હાજરી આપેલ હતી.

- text