ટંકારા : ટ્રક પાછળ લેવડાવતો ક્લીનર દીવાલ સાથે દબાયો

- text


ઘુનડા-ખાનપરમાં ખાતરનો ટ્રક ખાલી કરવા સમયે થયો અકસ્માત: ક્લિનરની હાલત ગંભીર

ટંકારા: તાલુકાના ધુનડા ખાનપર ગામે ખાતર ભરીને આવેલા ટ્રકને પાછળ લેવડાવતા સમયે ટ્રકનો પ્રૌઢ ક્લીનર દીવાલ અને ટ્રક વચ્ચે દબાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ થતાં 108 મારફતે ક્લીનરને સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

- text

ટંકારાના ધૂનડા ખાનપર ગામે એક ટ્રક ખાતર ખાલી કરવા માટે આવ્યો હતો. જેના ક્લીનર 55 વર્ષીય માલદે ગઢવી ટ્રક પાછળ લેવડાવતા હતા. એ સમયે દીવાલના પિલર અને ટ્રકની વચ્ચે માલદેભાઈ દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં ટંકારા 108ના પાયલોટ છેલુંભાઈ તથા ડૉક્ટર રુબિયાબેન ઘટના સ્થળે ઘસી ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્ત પ્રૌઢને રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

- text