મોરબી જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના : અધ્યક્ષ હવે જાહેર કરાશે

- text


કારોબારી સમિતિમાં જયંતિલાલને લોટરી, પ્રવિણ સોનાગ્રા શિક્ષણ સમિતિના સિંહ, સહકાર -સિંચાઈમાં ચંદ્રીકાબેનનો દબદબો
મહિલા બાળ વિકાસમાં સરોજબેનને સ્થાન, સામાજિક ન્યાય સમિતિમાં હંસાબેન પારેઘી ન્યાય તોળશે, હીરાભાઈ ટમારીયાને આરોગ્ય અને અજય લોરિયાને બાંધકામ સમિતિનો હવાલો
વાવાઝોડા-વરસાદથી થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર ચૂકવવા સરકારમાં રજુઆત : એક પણ સભ્યએ પ્રશ્ન રજૂ ન કર્યો

મોરબી : આજે મળેલી મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં અગ્રણીઓને અધ્યક્ષપદે સમાવી લેવામાં આવ્યા છે જો કે, હજુ સુધી અધ્યક્ષની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, દરમિયાન આજની સામાન્ય સભામાં પદાધિકારીઓ દ્વારા વાવાઝોડા વરસાદથી થયેલ નુકશાની અંગે ત્વરિત સર્વે કરી ખેતીવાડી અને અગરિયાઓને થયેલ નુક્શાનનું વળતર ચૂકવવા સરકારમાં રજુઆત કરવા નક્કી કરાયું હતું.

મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી, એજન્ડામાં કુલ 28 દરખાસ્ત રજૂ થઈ હતી જેમાં વિવિધ સમિતિઓની રચનાની મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ થઇ હોય વાંકાનેરના એક સદસ્ય સિવાય તમામ સભ્યો હાજર રહ્યા હતા.અધ્યક્ષસ્થાનેથી સમિતિઓની રચના અન્વયે રજૂ થયેલી દરખાસ્ત મુજબ કારોબારી સમિતિમાં પડસુંબીયા જયંતીલાલ દામજીભાઇ, કૈલા જાનકીબેન જીગ્નેશભાઇ, શેરસીયા જાહિરઅબ્બાસ યુસુફભાઇ, સોનાગ્રા પ્રવિણભાઇ ત્રીભોવનભાઇ, વિઠલાપરા મેરાભાઇ કરમશીભાઇ અને ચિખલીયા અસ્મીતાબેન કિશોરભાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જ્યંતિલાલને અધ્યક્ષની લોટરી લાગી છે.

જયારે શિક્ષણ સમિતિમાં સોનાગ્રા પ્રવિણભાઇ ત્રીભોવનભાઇ, પારેઘી હંસાબેન જેઠાભાઇ, ટમરીયા હીરલાલ જીવણભાઇ, શેરસીયા જાહિરઅબ્બાસ યુસુફભાઇ, પરમાર લીલાબેન રવજીભાઇની નિયુક્તિ કરવામાં આવી છે અને સનાવડા રવિન્દ્રભાઇ ધનજીભાઇ અને વિડજા કેતનકુમાર રમેશભાઇની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રા ફાઇનલ માનવામાં આવે છે.

ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિમાં કડિવાર ચંદ્રીકાબેન નથુભાઇ અધ્યક્ષ નિશ્ચિત મનાઈ રહ્યા છે અને આ ઉપરાંત શિક્ષણ સમિતિમાં શિહોરા ચંદુભાઇ છગનભાઇ, પડસુંબીયા જયંતીલાલ દામજીભાઇની નિયુક્તિ કરવામાં આવી છે જયારે મહિલા અન બાળ વિકાસ અને યુવાપ્રવૃતી સમિતિમાં ડાંગરોચા સરોજબેન વાઘજીભાઇ અધ્યક્ષ બને તે નિશ્ચિત છે જયારે આ સમિતિમાં લોરીયા અજયભાઇ મનસુખભાઇ, વિઠલપરા કરમશીભાઇ મેરાભાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે અને અપિલ સમિતિમાં શિહોરા ચંદુભાઇ છગનભાઇ, કૈલા જાનકીબેન જીગ્નેશભાઇ અને ચિખલીયા અસ્મીતાબેન કિશોરભાઇની નિમણુંક કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત સામાજીક ન્યાય સમિતિમાં પારેઘી હંસાબેન જેઠાભાઇ, ચાવડા કમળાબેન અશોકભાઇ, સોલંકી ચમનલાલ છગનભાઇ, પરમાર જશુભાઇ સવજીભાઇ અને રાઠોડ અરવિંદભાઇ વશરામભાઇની નિયુક્તિ થઇ છે જયારે જાહેર આરોગ્ય સમિતિમાં ટમારીયા હીરલાલ જીવણભાઇ, પરમાર લીલાબેન રવજીભાઇ, ચાવડા કમળાબેન અશોકભાઇની વરણી કરવામાં આવી છે અને જાહેર બાંધકામ સમિતિમાં અધ્યક્ષ તરીકે લોરીયા અજયભાઇ મનસુખભાઇ નિશ્ચિત મનાઈ રહ્યા છે અને સમિતિમાં ડાંગરોચા સરોજબેન વાઘજીભાઇ, કડિવાર ચંદ્રીકાબેન નથુભાઇની નિમણુંક કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં સભ્યો તરફથી એક પણ પ્રશ્ન રજૂ થયો ન હતો.આ ઉપરાંત રેતી રોયલ્ટી ગ્રાન્ટ, સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ અંગેની ત્રણ દરખાસ્ત મુલતવી રાખી અન્ય દરખાસ્તોને લીલીઝંડી આપી તાજેતરમાં આવેલા વાવાઝોડા અને વરસાદથી ખેતીવાડી અને અગરિયાઓને થયેલ નુકશાન અંગે તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા સરકારમાં રજુઆત કરવા પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના સભ્યો દ્વારા જિલ્લામાં પીએચસી, સીએચસી સેન્ટરમાં ખાલી જગ્યા ભરવા અને ઓક્સિજન તેમજ ખૂટતા બેડ સહિતની સુવિધા સત્વરે પૂર્ણ કરવા નક્કી કરાયું હતું.

આજની સામાન્ય સભામાં પ્રમુખ ચંદુભાઈ સિહોરા, ઉપ પ્રમુખ જાનકીબેન કૈલા, ડીડીઓ પરાગ ભગદેવ, ડે.ડીડીઓ ઇલાબેન ચૌહાણ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને પરસોતમ સાબરીયા હાજર રહ્યા હતા.

- text