રાજ્યમાં મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરાઈ

- text


આ રોગની સારવાર કરતી હોસ્પિટલોએ હવે સરકારની ગાઈડલાનનું કરવું પડશે પાલન

મોરબી : રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસે માઝા મૂકી હોય મોટા પ્રમાણમાં કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે રાજ્ય સરકારે મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકરમાયકોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવીછે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

- text

આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલો છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ.સી.એમ.આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કનફ્રમ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.

- text