મોરબીમાં ઓક્સિજન બેડનો અભાવ હોવાથી કોરોના દર્દીઓને રાજકોટ-જામનગર ધકેલાય છે : ભાજપ કારોબારી મેમ્બર અનિલ મહેતા

- text


સાંસદની મુલાકાત સમયે જ મોરબી સિવિલ હોસ્પિટલની સાચી સ્થિતિ દર્શાવી રજુઆત કરતા ભાજપ આગેવાન

મોરબી : મોરબીમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ વચ્ચે આજે મોરબીના સાંસદ વિનોદ ચાવડા મોરબીની મુલાકાતે આવ્યા છે તેવા સમયે જ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ન હોવાથી રાજકોટ-જામનગર ધકેલી દેવામાં આવતા હોવાનું જણાવી ખુદ પ્રદેશ ભાજપના કારોબારી મેમ્બર અનિલ મહેતાએ કરતા સિવિલ હોસ્પિટલના અંધેર વહીવટનો નમૂનો બહાર આવ્યો છે.

પ્રદેશ ભાજપ કારોબારી મેમ્બર અને મોરબીના ભાજપ અગ્રણી અનિલભાઈ મહેતાએ સાંસદની મોરબી મુલાકાત સમયે જ મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રને આડેહાથ લેતા જણાવ્યું છે કે મોરબીમાં કિડની હાર્ટ કે કેન્સરના દર્દીઓને કોરોના એન્ટીજેન્ટ ટેસ્ટ નેગેટીવનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સારવાર કરતા નથી અને આ રિપોર્ટ મોરબીમાં કોઈ કરતું નથી સરકારી હોસ્પિટલ પણ દાખલ ન થાય ત્યાં સુધી ટેસ્ટ કરતી નથી.ઉપરાંત દર્દી દાખલ એટલા માટે નથી થતા કે તેમને કોરોના નથી અને ચેપ લાગવાનો ભય છે. માટે અન્ય રોગના દર્દીઓને કોરોનાનો એન્ટીજેન્ટ ટેસ્ટ કરી આપવાની વ્યવસ્થા થવી જરૂરી છે.

- text

વધુમાં અનિલભાઈ મહેતાએ સિવિલ હોસ્પિટલની પોલ છતી કરતા ગંભીર બાબત ઉજાગર કરીને જણાવ્યું હતું કે, મોરબી સિવિલમાં ઓક્સીજન બેડના અભાવે મોટાભાગના દર્દીઓને રાજકોટ કે જામનગર ખસેડવામાં આવે છે તે બરાબર નથી સરકારી હોસ્પિટલમાંઓક્સિજન સાથેના 100 બેડ વધારવાની જરૂરિયાત છે સાથે સાથે એમ્બ્યુલન્સ પણ ઘટે છે. માટે એમ્બ્યુલન્સ વધારવી અથવા બસમાં એકસાથે 8 થી10 પેશન્ટને લઈ જઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગ કરી છે.

- text