ત્રાજપર-ખારી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


પોલીસે મહિલા બુટલગરના કોવિડ ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરવા તજવીજ હાથ ધરી

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના સામાકાંઠે ત્રાજપર-ખારી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી અને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા બુટલેગરને સંકજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સામાંકાઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતી મહિલા બુટલગર ભાવાનાબેન ઉર્ફે ભાવલી રાજેશભાઇ સાતોલા (ઉ.વ.૩૪) પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા ગેરકાયદે દેશી પીવાના દારૂ બનાવવાની ભટ્ઠી ચલાવતી હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે આ દેશી દારૂની ભઠ્ઠી ઉપર દોરડો પાડ્યો હતો. અને પોલીસે દેશી દારૂ લી.૧૦ કિ.રૂ.૨૦૦, ગરમ આથો લીટર-૩૦ કિ.રૂ.૬૦ તથા ઠંડો આથો લીટર-૫૦ કિંમત રૂ. ૧૦૦ તથા ગેસનો ચુલો નંગ-૧ કિં રૂ.૧૦૦ તથા ગેસનો બાટલો નંગ-૧ કિં રૂ.૧૦૦૦ મળી કુલ રૂ. ૧૪૬૦ ના મુદામાલ ઝડપી લીધો હતો. તેમજ આરોપી મહિલાને ઝડપી લઈ તેના કોવિડ ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

- text

- text