પ્રોફેસર પતિને મહિને 16 હજાર ભરણ પોષણ અને એક લાખ વળતર ચૂકવવા આદેશ

- text


ઘરેલુ હિંસા કેસમાં ટંકારા કોર્ટનો હુકમ રદ કરતી મોરબી સેસન્સ કોર્ટ

મોરબી : ઘરેલુ હિંસાના કેસમાં ટંકારા કોર્ટનો હુકમ રદ કરી મોરબી સેશન્સ જજ મહેતા સાહેબએ ચક્રવતી ચુકાદો આપી પ્રોફેસર પતિને મહિને 16 હજાર ભરણ પોષણ ચૂકવવા આદેશ કરવાની સાથે પરણીતાને વળતર પેટે એક લાખ ચૂકવવા આદેશ કર્યો છે.

ઘરેલુ હિંસાના કેસમાં ટંકારાની કોર્ટ દ્વારા અરજી નામંજૂર કરતા અરજદાર સોનાબેન ઉર્ફે જાનવીબેન પંકજભાઈ રાવલે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પતિ પંકજભાઈ સુરેન્દ્રભાઈ રાવલ વિરુદ્ધ મોરબીની સેશન્સ કોર્ટેમાં અપિલ કરી હતી જેમાં નામદાર સેસન્સ કોર્ટે ટંકારા કોર્ટના વલણની ગંભીર નોંધ લઈ અરજદાર ધરેલુ હિંસાની બાબત પુરવાર કરી શકેલ હોય તેઓ કાયદા હેઠળ મળવા પાત્ર અન્ય દાદો પણ મેળવવા હકકદાર થાય છે. અરજદાર સામાવાળા પાસેથી ભરણપોષણની રકમ પેટે હાલ માસિક રૂા. ૧૬,૦૦૦ મેળવે છે. સદર ૨કમ સી. આર. પી. સી. કલમ-૧૨૫ હેઠળ રાજકોટ ફેમેલી કોર્ટ દ્વારા નકકી કરવામાં આવેલ છે અને થયેલ હુકમને નામદાર હાઈકોર્ટે પણ કાયમ રાખેલ છે. હાલના કામે ઘરેલુ હિંસાની બાબત પુરવાર થતી હોય અરજદાર સામાવાળા પાસેથી આર્થિક સહાય પેટે ભરણપોષણ ની રકમ મેળવવા હકકદાર બને છે. સામાવાળાની આવક અંગે આ કામે રજુ થયેલ પુરાવો જોતા તેઓ સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીમાં આસી, લેકચરર તરીકે ફરજ બજાવે છે અને માસિક રૂા. ૪૭,૯૩૯/- પગાર મેળવે છે. અરજદાર તરફે આ કામે ભરણપોષણનો. હુકમ કરવા માંગણી કરાયેલ છે પરંતુ તેઓને હાલ અન્ય કાયદા હેઠળ જે ભરણપોષણની રકમ મળે છે તે અપર્યાપ્ત છે તે દર્શાવતો કોઈ આધાર પુરાવો તેઓ રજુ કરેલ નથી. પક્ષકારોના જીવન ધોરણ તેમજ આર્થીક સ્થિતી અંગે રજુ થયેલ પુરાવો જોતા આ કામે પણ અરજદારને માસિક રૂ. ૧૬,૦૦૦ આર્થિક સહાય પેટે ચુકવવાનો હુકમ કરવાનું યોગ્ય અને ન્યાયી જણાય છે.

- text

આ ઉપરાંત અરજદાર તરફે મકાન ભાડુ તેમજ વળતરનો હુકમ અલગ થી અપાવવા માટે રજુઆત થયેલ છે. ઘરેલુ હિંસાની બાબત પુરવાર થતી હોય અરજદાર સામાવાળા પાસેથી વળતર મેળવવા હકકદાર થતા હોવાનું જણાય છે.આ કેસના સંજોગો તમેજ સામાવાળાની આર્થિક સ્થિતી અને પક્ષકારોનું જીવન ધોરણ વિગેરે બાબત ધ્યાને લેતા અરજદારને વળતર મળે તે બાબતે જરૂરી હુકમ કરવો યોગ્ય અને ન્યાયી જણાય છે. આથી છેવટના હુકમમાં જણાવેલ રકમનો વળતરનો હુકમ કરવામાં આવે તો અરજદારના હકકનું રક્ષણ થશે તેમજ સામાવાળાને પતિ તરીકે જવાબદારી નિભાવવામાં સુગમતા રહેશે તેમ નામદાર કોર્ટે જણાવ્યું છે.

આ કેસમાં પ્રોફેસર પતિ પત્નીની જાણ બહાર મકાન અન્યત્ર ફેરવી નાખ્યું હોવાનું અને ભોગ બનનાર અડધી રાત્રે હેરાન થયા હોવાનું પણ કોર્ટ સમક્ષ જનવાયું હતું અને આ કેસમાં ફોજદારી અપિલ નંબર ૬૨/૨૦૧૮ મંજૂર નામદાર સેસન્સ કોર્ટે અરજદાર ને માસિક રૂપિયા ૧૬,૦૦૦/- તથા વળતર પેટે અરજદાર ને રૂપિયા ૧,૦૦,૦૦૦/- ત્રણ માસ માં ચુકવી આપવા નો હુકમ કરેલ છે તથા અપિલ ખર્ચ પેટે ના રૂપિયા ૫,૦૦૦/- અલગથી ચૂકવાનો હુકમ કરેલ છે જે આ અપિલ માં અરજદાર તરફે એડવોકેટ નરેન્દ્રસિંહ જે. ઝાલા રોકાયેલ હતા.

- text