માળીયા : વિજપોલ ઉપર કામ કરતી વખતે નીચે પટકાયેલા યુવાનનું મોત

- text


માળીયા : માળીયા મીંયાણા તાલુકાના હરીપર ગોલાઈ, રેલ્વેબ્રીજ પાસે વીજપોલ ઉપર કામ કરતા યુવાનનું નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીંયાણા તાલુકાના ખીરઈ ગામે રહેતો મીથુન મંડળ (ઉ.વ.૨૭) નામનો યુવાન ગઈકાલે તા. ૮ ના રોજ હરીપર ગોલાઈ, રેલ્વેબ્રીજ પાસે વીજળીના થાંભલા પર કામ કરતી વખતે નીચે પડી જતા તેને ગંભીર ઈજા થતા સારવાર અર્થે માળીયા(મીં) ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text