માળીયા (મી.) : રામજન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનના અનુભવકથનનો કાર્યક્રમ યોજાયો

- text


રામભક્તોએ રામમંદીર નિર્માણ સુધી અખંડ જ્યોત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો

માળીયા (મી.) : માળીયા તાલુકાના માણાબા ગામે રામજન્મભૂમિ મંદિર નિર્માણના નિધી એકત્રીકરણ મહાઅભિયાન દરમિયાન રામભક્તોને થયેલ અનુભવો અન્ય લોકો સુધી પહોંચે અને લોકોને પ્રેરણા મળે તે હેતુથી અનુભવ કથનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખીરઈ, પંચવટી, ફતેપર, ભારતનગર, અર્જુનનગર, હરીપર અને વાધરવા સહિતના ગામોમાંથી રામભક્તો આવ્યા હતા અને અભિયાન દરમિયાન પોતાને થયેલ અનુભવોને લોકો સમક્ષ રજુ કર્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન પંચવટી ગામના રામભક્તોએ રામનવમીથી રામ મંદીરનું નિર્માણ પુર્ણ થઈ જાય ત્યાં સુધી અખંડ જ્યોત ચાલુ રાખવાનો અને આસપાસના ગામના લોકોએ દર શનિવારે ભેગા થઈને હનુમાન ચાલીસા તથા રામધૂન કરવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો હતો.

- text

આ તકે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધી એકત્રીકરણ મહાઅભિયાન મોરબી જીલ્લાના સહસંયોજક મહેશભાઈ બોપલીયા, કિશોરભાઈ મોરડીયા સહિતના હાજર રહ્યા હતા. જેઓએ મોરબી જીલ્લામાં અભિયાન દરમિયાન થયેલ અનુભવોને લોકો સમક્ષ વર્ણવ્યા હતા અને ખાસ કરીને મોરબીના બે સેવા નિવૃત બહેનો મંજુલાબેન સોલંકી તથા ભાનુમતીબેન સોલંકીના પોતાના કરકસરભર્યા જીવનમાં બચત કરેલા રૂ. 27 લાખ રામ મંદિર નિર્માણમાં અર્પણ કરવાના સંકલ્પને હ્રદયસ્પર્શી ગણાવીને સમગ્ર દેશના શ્રેષ્ઠતમ સમર્પણ પૈકી એક કહી શકાય તેવા સમર્પણને વધાવ્યું હતું.

- text