મોરબી નજીક કાર હડફેટે સ્કૂટર ચાલકને ઇજા

- text


મોરબી : મોરબીના આમરણ-ફડસર ગામ વચ્ચે મહાદેવના મંદીરથી ત્રણેક ખેતર દુર કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા સ્કુટરચાલકને ઇજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવ અંગે સ્કુટરચાલકે કાર ચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ફડસર ગામે રહેતા રામભાઇ કાનાભાઇ બાળા (ઉ.વ.૫૫) ગઈકાલે તા.૩ ના રોજ પોતાનુ સ્કૂટર પ્લેઝર નં. જીજે ૩૬ સી ૦૩૦૧ વાળુ લઇને પોતાના ગામ ફડસરથી આમરણ જતા હતા. ત્યારે આમરણ ફડસર ગામ વચ્ચે મહાદેવના મંદીરથી ત્રણેક ખેતર દુર આરોપી હીરાભાઇ રામભાઇ કુભારવાડીયા (રહે. હાલ વાવડી રોડ, મોરબી) એ પોતાના હવાલા વાળી સફેદ કલરની ક્રેટા ગાડી આમરણ તરફથી ફુલ સ્પીડમાં ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પ્લેઝર સ્કૂટર સાથે સાઇડમાં અથડાવી ફરીયાદીને રોડની સાઇડમાં ખેતરમાં પાડી દઇ શરીરે મુઢ ઇજા કરી કાર લઈને ફરાર થઈ ગયા હતા. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text