શકત શનાળા બેઠકના મતદારોનો એક જ સુર મારો મત કોંગ્રેસને, મારો મત કે.ડી.પડસુંબિયાને, મારો મત રજનીશ શિરવીને

- text


જિલ્લા પંચાયતની શકત શનાળા બેઠક કોંગ્રેસ છવાઈ ગઈ

શકત શનાળામાં જિલ્લા – તાલુકા પંચાયતના કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે હકડેઠઠ જનમેદની

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ચૂંટણીજંગમાં શકત શનાળા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના જાગૃત અને લોકલાડીલા ઉમેદવાર કે.ડી. પડસુંબિયાને ચોમેરથી જબરું જનસમર્થન સાંપડી રહ્યું છે, ચૂંટણીપૂર્વે તમામ ગામડાઓના પ્રવાસ દરમિયાન ખેડૂતો અને સામાન્ય નાગરિકો દ્વારા કોંગ્રેસની ટીમને હૃદયપૂર્વક આવકારી મારો મત કોંગ્રેસને, મારો મત કે.ડી.પડસુંબિયાને કહી કહી જીતનું વચન આપી રહ્યા હોય શકત શનાળા બેઠક ઉપર કોંગ્રેસ સંપૂર્ણપણે છવાઈ ગયાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબી જિલ્લા પંચાયતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ પ્રચંડ બહુમતી સાથે શાસનધુરા સંભાળી હતી ત્યારે આ વખતે પણ પુનરાવર્તનના નારા સાથે જિલ્લા પંચાયત હસ્તગત કરવા કોંગ્રેસ દ્વારા સ્વચ્છ પ્રતિભા ધરાવતા શિક્ષિત ઉમેદવારોને ટિકિટ ફાળવી છે જેમાં શકત શનાળા બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જાગૃત ઉમેદવાર એવા કે.ડી. પડસુંબિયાને મતદારો હૃદયપૂર્વક આવકારી રહ્યા છે.નાની વાવડી ખાતે વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયા બાદ શકત શનાળા ખાતે પણ ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના હસ્તે હકડેઠઠ માનવમહેરામણની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું.સતત દોડતા રહી લોક પ્રશ્નોનો ઉકેલ લાવનાર કોંગ્રેસના ઉમેદવાર કે.ડી.પડસુંબિયા અને રજનીશ શીરવી તેમજ તેમની ટીમ દ્વારા હાલમાં આ બેઠક હેઠળ આવતા ખાખરાળાં, માનસર, ખેવાળીયા, વનાળીયા, નારણકા, ધુનડા (સ), લખધીરનગર (નવાગામ), નાની વાવડી, માધાપર (ઓજી), જેપુર અને ગોર ખીજડીયા સહિતના ગામોમાં પ્રચારને વેગવંતો બનાવવામાં આવ્યો છે.

- text

કોંગ્રેસના ઉમેદવાર કે.ડી.પડસુંબિયા દ્વારા આ મતવિસ્તારના લોકો માટે ભૂતકાળમાં કરેલા કામોને ધ્યાને લઈ મતદારો દ્વારા અત્યારથી જ વિજયી બનવાના આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે. શકત શનાળા બેઠક ઉપર કોંગ્રેસને ઝળહળતી જીત મળે તે માટે સામાજિક કાર્યકર નરભેરામભાઇ શિરવી, ભુદર ભાઈ, જયંતીભાઈ પટેલ, ભાણજી ભાઈ, દિલુભા, પ્રાગજી ભાઈ બાવરવા, દેવાભાઈ, નીતિનભાઈ શિરવી સહિતના અનેક આગેવાનો તેમજ કાર્યકર્તાઓની ટીમ સતત દોડી રહી છે.

- text