અમે પક્ષ પલટો નહીં કરીએ! મોરબી આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું સામુહિક સોગંદનામું

- text


ચૂંટણી પૂર્વે જ “આપ” શહેર પ્રમુખ સહિતના આગેવાનો કોંગ્રેસમાં ભળી જતા આપનો નવતર પ્રયોગ

મોરબી : ચૂંટણીની મોસમમાં પક્ષપલટો સામાન્ય બન્યો છે ત્યારે મોરબી નગરપાલિકાની ચૂંટણી લડવા મેદાને ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજે સામુહિક સોગંદનામું કરી અમે પક્ષપલટો નહીં કરીએ તે સહિતની જુદી-જુદી દસ બાબતો માટે સોગંધ લીધા છે.

આદમી પાર્ટીના મોરબી નગરપાલિકાની સ્થાનીક ચુંટણીમાં વોર્ડ નંબર ૨,૩,૪,૭,૯,૧૧ અને ૧૨માંથી આમ આદમી પાર્ટીના ઝાડું નિશાન ઉપર ચુંટણી લડી રહ્યા છે તેવા તમામ ઉમેદવારોએ આજે પક્ષ પલટો તેમજ અન્ય દસ બાબતે સોગંદનામું જાહેર કરી જણાવ્યું છે કે, અમો મતદારોએ આપેલ અમૂલ્ય મતોથી ચુંટણી જીતી જઈશું તો પોતાના વિસ્તારમાં આવતી દરેક સોસાયટી તેમજ વિસ્તારની મહિનામાં એક્વાર અચુક મુલાકાત લઈશ અને વિસ્તાર માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ૧૦૦% ઉપયોગ થાય અને ભ્રષ્ટાચાર ન થાય તેની કાળજી રાખીશ, દર અઠવાડિયે મારા વિસ્તાર ફરતે ચક્કર લગાવીશ અને કંઈપણ ખામી જણાયે તત્કાલ તેનું નિરાકરણ કરાવીશ.

- text

આ ઉપરાંત હું ફક્ત તમારો સેવક છું. તમારા ટેક્સના પૈસાનો દુર્વ્યય અટકાવવા નો સંપૂર્ણ પ્રયાસ કરી, હંમેશ મતદારને વફાદાર રહી મતદારનું માથું ઝૂકી જાય તેવા કોઈ કાર્ય નહીં કરે તેવું સોગંદનામામાં જણાવાયું છે તેમજ વ્યક્તિગત સ્વાર્થ માટે ક્યારેય પક્ષ પલટો નહીં કરે અને અમૂલ્ય મતનો સોદો નહીં કરે તેવું માતાપિતા,અને તમામ દેવીદેવતાના સોગંદપૂર્વક આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જાહેર કર્યું છે.

ઉલેખ્ખનીય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જેમ જ અન્ય પક્ષના ઉમેદવારો પણ પ્રજાહિતમાં આવા સોગંદનામા કરી ખરા અર્થમાં લોકસેવા કરે તો ભારતમાં ફરી સોનાનો સૂરજ ઉગી શકે !!!!

- text