મોરબીના વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારોને મળી રહ્યો છે પ્રચંડ પ્રતિસાદ

- text


ભાજપના લોકલાડીલા ઉમેદવાર કેતનભાઈ વિલપરા, નરેન્દ્રભાઈ પરમાર, મેઘાબેન પોપટ અને શીતલબેન દેત્રોજાને હૃદયપૂર્વક આવકારતા મતદારો

મોરબી : મોરબી નગરપાલિકાના ચૂંટણી જંગમાં વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારોની પેનલને મતદારો ઉમળકાભેર આવકારી જંગી બહુમતીથી વિજય અપાવવાનો કૌલ આપી રહ્યા છે.

મોરબી શહેરની વિકાસયાત્રાને વેગવંતી બનવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 10માં યુવા શિક્ષિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા કેતનભાઈ અમૃતલાલ વિલપરા, નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર, મેઘાબેન દિપકકુમાર પોપટ અને શીતલબેન ચતુરભાઈ દેત્રોજાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.ભાજપની પેનલના ચારેય ઉમેદવારો દ્વારા હાલ પોતાના મતવિસ્તારમાં ઝંઝાવાતી પ્રચારકાર્ય હાથ ધરી તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે અને મતદારો પણ ખરાઅર્થમાં મોરબીના વિકાસ માટે ભાજપના લોકલાડીલા ઉમેદવારોને હૃદયપૂર્વક આવકારી વિજય વિશ્વાસનું વચન આપી ભાજપનો જયજયકાર કરી રહ્યા છે.

વોર્ડ નંબર 10ના ભાજપની પેનલના ચારેય ઉમેદવારો શિક્ષિત,અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવા ઉપરાંત સમાજમાં પણ મોભાદાર સ્થાન ધરાવે છે જેમાં શીતલબેન ચતુરભાઈ દેત્રોજા અને મેઘાબેન દિપકકુમાર પોપટ ગ્રેજ્યુએટ થયેલા છે તો બહોળો સામાજિક -રાજકીય અનુભવ ધરાવતા કેતનભાઈ અમૃતલાલ વિલપરા અને નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર પણ શિક્ષિત હોવાની સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવે છે અગત્યની બાબત તો એ છે કે ચારેય ઉમેદવારો વિરુદ્ધ એકપણ ગુન્હા નોંધાયેલ નથી,ખાસ કરીને હાલમાં ચારેય ઉમેદવારો દ્વારા પ્રચારકાર્ય પુરજોશમાં શરૂ કરાયું છે અને મતદારો પણ ભાજપના સૂત્ર મુજબ મોરબી છે મક્કમ ભાજપ સાથે છે અડીખમના નારાને ખરાઅર્થમાં ટેકો આપી ભાજપની જીત માટે કૌલ આપી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકાના ચૂંટણી જંગમાં ઝળહળતો વિજય મેળવવા સંગઠનની ટીમને વિશેષ જવાબદારી સુપરત કરવામાં આવી છે જે અન્વયે વોર્ડ નંબર 10માં ચૂંટણી ઇન્ચાર્જ અને શહેર મહામંત્રી રિશપભાઈ કૈલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં પ્રચારકાર્યમાં જોડાયા છે અને પેઈજ પ્રમુખો પણ ગ્રાસરુટ લેવલે કામગીરી કરી જન-જન સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિકાસયાત્રાનો પરિચય મતદારોને કરાવી રહ્યા છે.

- text

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 10 હેઠળ શહેરના સનાળા રોડ ઉપરની હદાણી વાડી, પાવઠાની વાડી, રાફડા વાડી, વિરાણી વાડી, રવાપર રોડ-કેનાલ રોડ ઉપર આવેલ મધુરમ સોસાયટી,હરિઓમ પાર્ક,અંજની પાર્ક, ત્રિકોણનગર, વિજયનગર, રામવિજય, નીલકંઠ નગર, શિવપાર્ક, મિલાપનગર, શ્યામપાર્ક, જયઅંબે નગર, રમ્ય વાટિકા, શક્તિપાર્ક, અવનીપાર્ક, વિજયનગર-3, અવશ્ય પાર્ક, આરાધના નગર, દર્પણ સોસાયટી, કૈલાશપાર્ક, ભક્તિ નિકેતન સોસાયટી, આઝાદ સોસાયટી,રેવા ટાઉનશિપ સહિતના તમામ વિસ્તારમાં હાલમાં ભાજપના ચારેય ઉમેદવારો મતદાર સંપર્કયાત્રા યોજી રહ્યા છે જેમાં તમામ વિસ્તારમાંથી લોકોનું જનસમર્થન મળી રહ્યું છે.

- text