મતદારોનો મેનીફેસ્ટો : ટંકારાના રાજનેતાઓ સાંભળો શું ઈચ્છે છે ટંકારા તાલુકાની પ્રજા

- text


મોરબી અપડેટ દ્વારા ટંકારા તાલુકાના મતદારોના મનની વાત જાણવા એક નવતર પ્રયોગ : મતદારોએ બળાપા સાથે સૂચવ્યા વર્ષોથી ધ્યાન નથી અપાયું તેવા પ્રશ્નો

ટંકારા : રાજનેતાઓ હમેશા જાહેર મંચ ઉપરથી પોતાના મનની વાતો રજુ કરતા હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા મોરબી અપડેટ દ્વારા મતદારોનો મેનીફેસ્ટો શિર્ષક હેઠળ પ્રજાના મનની વાત જાણવા અને રાજનેતાઓ સુધી પહોંચાડવા નવતર પ્રયોગ કરાયો છે જેમાં ટંકારા તાલુકાના પ્રજાજનોએ બળાપા સાથે પોતાનાં મનની વાત કરી છે.

પ્રજાના મેનીફેસ્ટો મુજબ એમના જ શબ્દોમાં અહીં અનેક વર્ષોજૂનાં અણઉકેલ પ્રશ્નો રજૂ થયા છે. ટંકારાને તાલુકા કક્ષાનો દરજ્જો મળ્યો છે પણ સુવિધા માટે પ્રજાને સ્વપ્ન જ જોવા પડ્યા છે.જનતા માટે એક પણ જીમ નથી જ્યા અંગકસરત કરી સ્વસ્થ શરીર બનાવી શકાય….. છેને પણ.

ટંકારા ના મેધપર ઝાલા ગામ વરસાદી દીવસોમા બેટ બની જાય છે ત્યારે વર્ષોથી પુલિયાની માંગ કોઈ સાંભળતું નથી કોણીએ ગોળ ચોટાડી જતા નેતાની આ વખતે ખેર નથીનુ મતદારો એ મન બનાવી લીધું છે…..

રમત ગમત નુ મેદાન પણ નથી રમશે ગુજરાત આગળ વધશે ગુજરાત પણ ટંકારા તો ડુબી જશે ખાલી ખોટી વાતમા કબડ્ડી રમી શકે એવી જગ્યા આપે તો પણ સેવક ને સબાશી આપશે….

ટંકારા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી વચ્ચે બે કિલોમીટર નુ અંતર છે ત્યારે એટીવિટીના દાખલા નિકળે મામલતદાર કચેરી અને સહિ કરવા જવાનુ તાલુકા પંચાયત તો ગરીબ અને વાહન વગરનો અરજદાર આજીજી કરી ચાર દિવસ સુધી આટા મારે છે ત્યારે એનુ કામ માંડ માંડ થાય છે જે તાત્કાલિક યોગ્ય કરવુ જોઈએ…..

ટંકારા તાલુકાના ગામડામાથી ઉચ્ચ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે બસ સુવિધા શુન્ય છે એસ ટી તંત્ર માત્ર ખોટી અને મોટી- મોટી વાતો કરે છે પણ છાત્રોને ભારે હાલાકી ભોગવવી પડે છે સવારે ધરેથી નિકળી છેક સાંજે પરત ફરે છે ત્યારે ટંકારાને રાત્રી રૂટ મળે તેવી માંગ ઉઠી છે

એસ ટી બસસ્ટેશનની ખાતમુહૂર્ત વિધિ તો કર્યા કરે છે પણ કામ કેદી શરુ થશે અને કઈ ચુંટણીમા પુરૂ થશે એવી હયા વરાળ સાથે સૌથી વધુ સવાલ આવ્યા છે અને વાત પણ ખરી કે દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારામા દેશ વિદેશથી મુલાકાતીઓ આવતા હોય ત્યારે બસ જ નથી મળતી.

સળગે તો બળી જાય પણ ઠરે એવુ કાઈ નથી ટંકારા તાલુકામા ગણી ન શકાય એટલા પુઠા અને પ્લાસ્ટિકના ઉત્પાદન અને કોટનના ઉધોગ છે ત્યારે એક પણ ફાયર બ્રિગેડની સુવિધા નથી એલા પણ ઠામુકી નથી અપુરતી હોય તો પણ સમજ્યા હવે તો કાઈક કરો…..બાપલીયા

દવાખાનું પણ દવા માંગે છે ૨૦૦૬ ની સાલથી એમડી ડોક્ટરની જગ્યા ખાલી છે. પણ લખવામા ભુલ નથી હાચુકા ત્યારની ખાલી જ છે અને આ દવાખાનામાં એક પણ આધુનિક સાધનો છે જ નહી ખાલી આવ્યા ગયા કરવાનુ છે. તો આ દવાખાને કાઈક દવા કરો બાપા…..

ટંકારા નગરપાલિકા બનાવવામાં મેલી મુરાદ છે કોણી ? આવો સવાલ એક શિક્ષિતે કર્યો છે અને વાત પણ સાચી છે કે દેવભૂમિ દ્વારકાના ઓખાને ૧૮ કિમી દૂર મિઠાપુર ગામ સાથે મેળવી નગરપાલિકાનો દરરજો આપ્યો તો ટંકારા ને ઉહુ કેમ કરોડોની ગ્રાન્ટ મળે તો વિકાસ વેગ પકડે પણ આ માટે કોણ ઝગડે કા ભઈ…..

તાલુકાના ગામડાના રોડની દશા બહુ ખરાબ છે ત્રણ -ત્રણ વરહથી વહમુ લાગે હે પણ કોઈ ના પેટ નુ પાણી હલતું નથી અને અમારા કેડ ના મણકા હલ-બલી ગયા. જો કે ભુતકોટડા નજીક છે નતર મરી જાય તો પણ……કોઈ ભાવ ન પૂછે માટે ખિજડીયા લતિપર ટોળ સહિતના ગામડામા રોડ ન કરો તો ગાબડા તો બુરો બાબુઓ……

એ ઇ ખેડુતો અને જગતના તાત ફલાણુ ઢિકણુ કર્યા કરો પણ જણસ વેચી શકાય એવુ બજાર ઉભુ જ નથી કર્યુ ટંકારામા માર્કેટ યાર્ડ કેદી મળશે સૌથી વધુ શાકભાજીનુ વાવેતર કરનાર ને 50-50 કિલોમીટર ચડાવી વેચવા માટે રાજકોટ મોરબી જવુ પડે છે…… તો એકચુલી અહી આઝાદી પછીનુ યાર્ડ ચાલુ હતુ અને અત્યારે જગ્યા પણ છે જ તો દેર શેની છે યાર……

દબાણકારોને દુર કરવા દબંગ અમલદાર આપો ટંકારા શહેર ઉપરાંત તાલુકામાં જયા પણ જગ્યા મળી ત્યા દબાણ કરી લિધાની ફરીયાદ ઉઠે છે પણ એનુ કાઈ થતુ નથી કારણ કે એ એકાદ પાર્ટીના ઝંડા ઉપાડનાર છે ત્યારે ટંકારામા ઈમાનદાર અને દબંગ અધિકારી આવે તો જ દબાણકર્તાઓ ઝેર બનશે…

- text

ગુજરાતના ચેરાપુજી સમી ટંકારામા વરસાદ માપક યંત્ર એકજ છે અને વિસ્તાર વિશાળ છતા અછત કે અતિવૃષ્ટિ માટે આધાર એક નો તો આ અન્યાય દુર કરવા માટે આકડા પણ એકઠા કરવા માટે યંત્ર વધવા જોઈએ.

મહેકમની માથાકૂટ ટંકારા તાલુકાનુ મહેકમ બે દશકા પહેલા નુ છે અને એ પણ અધરૂ ત્યારે નવુ મહેકમ મંજૂર થાય અને તાત્કાલિક સ્ટાફ ફાળવણી કરોની માંગ ઉઠી છે.

ઈમિટેશન ઉધોગને સહાય ને સગવડ મળે તો સ્ત્રી પણ સક્ષમ થાય ટંકારામા સૌથી મોટુ ઈમિટેશન ઉધોગ છે અને મહિલા ઉપર ચાલતો આ વ્યવસાય હજારોને રોજીરોટી આપે છે ત્યારે એમા થતો અન્યાય દુર કરી સરકાર સહાય કરે તો સ્ત્રી પણ સક્ષમ થાય.

આવી ધણી બધી વાતો મતદારોએ મેનિફેસ્ટોમા વાત કરી છે પણ હવે આ સમસ્યા ક્યારે દુર થશે એ તો સમાજની જાગૃતિ ઉપર આધાર છે બાકી નેતાઓ તો તમારા પશ્ર્ન હાથ ઉપર છેજ…નો રેડી જવાબ જ આપવાના…..

- text