‘આપ’ના મહિલા ઉમેદવારને ચાર બાળકો હોવાથી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું ટેક્નિકલ કારણોસર ફોર્મ રદ્દ

- text


માળીયા પંચાયતની વાધારવા સીટ ઉપર ઉમેદવારની ઉંમર ઘટતા નામાંકન અમાન્ય

મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન મોરબી પાલિકાના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારને ચાર બાળકો હોવાનું સામે આવતા ઉમેદવારીપત્ર અમાન્ય ઠેરવવામાં આવ્યું હતું તો વોર્ડ નંબર ચારમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માજી પાલિકા પ્રમુખનું ફોર્મ પણ ટેક્નિકલ કારણોસર રદ્દ થયું હતું. તેમજ જિલ્લા પંચાયતના એક મહિલા ઉમેદવાર પોતે જ દરખાસ્ત કરનાર અને પોતે જ ઉમેદવાર હોય ઉમેદવારીપત્ર અમાન્ય રહ્યું હતું. જયારે માળીયા પંચાયતની વાધારવા સીટ ઉપર ઉમેદવારની ઉંમર ઘટતા નામાંકન અમાન્ય થયું હતું.

મોરબી પાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારીપત્રની ચકાસણી દરમિયાન વોર્ડ નંબર-4ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સવિતાબેન રાજેશભાઈ ચૌહાણને 4 બાળકો હોવાથી ફોર્મ અમાન્ય રહ્યું હતું. તેવી જ રીતે વોર્ડ નંબર ચારમાંથી અપક્ષ ફોર્મ ભરનાર માજી પાલિકા પ્રમુખ દિનાબા જયવંતસિંહ જાડેજાનું ફોર્મ ટેક્નિકલ કારણોસર રદ થયું હતું.

- text

એ જ રીતે જિલ્લા પંચાયતના આમરણ બેઠકના અપક્ષ ઉમેદવાર ભાવનાબેન લહેરુંના ટેકેદાર ટંકારાના હોવાથી ફોર્મ અમાન્ય રહ્યું હતું એ જ રીતે મહેન્દ્રનગર બેઠકના અપક્ષ ઉમેદવારના ટેકેદાર નગરપાલિકા વિસ્તારના અને અન્ય અપક્ષ ઉમેદવાર દયાબેન રોહિતભાઈ ચૌહાણ પોતે જ ટેકેદાર અને પોતેજ ઉમેદવાર હોવાથી તમનું ઉમેદવારીપત્ર અમાન્ય રહ્યું હતું.આ ઉપરાંત માળીયા તાલુકાની વાધારવા બેઠક ઉપર ચૂંટણી લડવા ફોર્મ ભરનાર અપક્ષ ઉમેદવારની ઉંમર 20 વર્ષ ને આઠ માસ હોવાથી ચાર માસ ઉંમર ઘટતા ઉમેદવારીપત્ર અમાન્ય રહ્યું હતું.

- text