મકનસર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, 3ની ધરપકડ

- text


મોરબી : મોરબી એલ.સી.બી.(લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ગઈકાલે બાતમીના આધારે મોરબીના મકનસર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી.પોલીસે દેશી દારૂ ગાળવાના તમામ સાધનો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.તેમજ એક આરોપી હાજર ન મળતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી.(લોકલ ક્રાઈમ બ્રાન્ચ) નો સ્ટાફે ગઈકાલે મકનસર ગામે મફતીયા પરા રેલ્વે સ્ટેશન પાસે આવેલ આરોપી સંજયભાઇ કુવરજીભાઇ ધોળકીયાના કબજા ભોગવટા વાળા મકાનમાં દેશી પીવાનો દારૂ ગાળવાની ચાલુ હોય તે વખતે રેડ કરી હતી.પોલીસે સ્થળ પરથી દેશી પીવાનો દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીનો ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૦૦, ઠંડો આથો લીટર ૧૦૦૦ કિ.રૂ.૨૦૦૦, ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમના બકડીયા નંગ-૨ કી.રૂ.૧૦૦ , પાટલી નળી સાથે નંગ-૨, ગેસના લોખંડના ચુલા નંગ-૨ કી.રૂ.૪૦૦ તથા રીલાયન્સ કંપનીના ગેસના બાટલા નંગ-૨ કી.રૂ.૫૦૦૦ તથા દેશી દારૂ આશરે લીટર-૨૦ કિ.રૂ.૪૦૦ મળી કુલ કિ.રૂ.૮૧૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ સંજયભાઇ કુવરજીભાઇ ધોળકીયા,મેહુલભાઇ જગદીશભાઇ સીરોયા,સુરેશભાઇ હીરાભાઇ ગોધાણીને ઝડપી લીધા હતા.જ્યારે ચોથો આરોપી રામજીભાઇ છનાભાઇ કોળી હાજર ન મળતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text