ટંકારાની શાળાઓમાં આજથી ધો. 10 અને 12નું શિક્ષણ કાર્ય શરુ

ટંકારા : વૈશ્વિક મહામારી કોરોના કાળ દરમિયાન બંધ થયેલ શાળા આજથી ફરી શરૂ કરવામાં આવી છે. ટંકારામાં સરકારની ગાઇડલાઇનને અનુસરીને બોર્ડના છાત્રોનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ટંકારામાં એમ. પી. દોશી, એમ. ડી. ઓરપેટ, તેમજ સાવડી, નસીતપર સહિતના ગામો સહીત સમગ્ર ટંકારા તાલુકામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઠ મહિના પછી છાત્રો પહોંચ્યા હતા. શિક્ષણ વિભાગની ગાઇડલાઇનને અનુસરીને શાળા, આચાર્ય અને શિક્ષકો દ્વારા ચુસ્તપણે પાલન કરી સેનેટાઇઝર, માસ્ક, સોસીયલ ડિસ્ટન્સ જેવા નિયમોના પાલન સાથે એજ્યુકેશન શરુ કરવામાં આવ્યું છે.