નાની વાવડીમાં વિદ્યાર્થીઓને જવાહર નવોદય અને NMMS પરીક્ષામાં ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરાયું

- text


મોરબી : સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે આગામી સમયમાં યોજનારી ધોરણ 6 અને ધોરણ 9 માટે જવાહર નવોદયમાં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા તથા ધોરણ 8માં અભ્યાસ કરતા વિધાર્થીને NMMS પરીક્ષામાં ભાગ લેતા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ કેન્દ્રીય બોર્ડનું છેવાડાના ગામડાઓના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય અને આ અંગે જાગૃતિ કેળવાય એવા ઉમદા હેતુથી શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ હરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ દ્વારા વિદ્યાર્થીઓને સાહિત્ય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

નાની વાવડી ગામના વતની હાલ મોરબી રહેતા સામાજિક કાર્યકર્તા અને ઉદ્યોગપતિ રમેશભાઈ રૂપાલા દ્વારા સંચાલિત ક્રિશ્ના ચેરિટેબલ ટ્રસ્ટ અને હરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટના પ્રણેતા ક્રિષ્ના રૂપાલા દ્વારા નાની વાવડી તાલુકા શાળા તેમજ પેટાશાળાના 59 વિદ્યાર્થીઓ તેમજ બગથળા તાલુકા શાળા તેમજ પેટા શાળા 79 વિદ્યાર્થીઓ એમ 15 શાળા કુલ 138 વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વતૈયારી માટે આવશ્યક સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.

આજ રોજ યોજાયેલા કાર્યક્રમમાં તા.શિ. અધિકારી દિનેશભાઇ ગરચર, સાહિત્યના દાતા પરિવારમાંથી ક્રિષ્ના રૂપાલા, વાસું રૂપાલા, આચાર્ય પ્રજ્ઞાબેન જેઠલોજા, CRC રમેશભાઈ કાલરીયા, દિનકરભાઈ મેવા, CRC અરુણભાઈ રાવલ તેમજ બંને ગ્રુપ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે TPEO ગરચરભાઈ દ્વારા દાતાને મોમેન્ટો આપી સન્માન કરી તેમને આપેલ સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text