ડેઈલી માર્કેટ રિપોર્ટ : કોટનના વાયદામાં ૧૦,૦૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૦૦,૫૭૫ ગાંસડીના સ્તરે

- text


 

સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ચાંદી, ક્રૂડ તેલમાં વૃદ્ધિ: કોટન, સીપીઓમાં સીમિત સુધારો: મેન્થા તેલ, રબરમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ.૯,૨૧૪ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૪૨,૨૭૨ સોદામાં રૂ.૯,૨૧૪.૪૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીમાં વૃદ્ધિ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાઓમાં ૧૦,૦૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૦૦,૫૭૫ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કોટન અને સીપીઓમાં સીમિત સુધારો વાયદાના ભાવમાં હતો, જ્યારે મેન્થા તેલ અને રબરમાં નરમાઈ હતી.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૦૪૧૨ સોદાઓમાં રૂ.૫૩૫૧.૫૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૧૭૯ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૧૭૯ અને નીચામાં રૂ.૪૯૯૦૮ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૯ ઘટીને રૂ.૪૯૯૫૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૩૮૬ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૯૭ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯ ઘટીને બંધમાં રૂ.૪૯૬૭૩ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૯૯૯ અને નીચામાં રૂ.૬૮૨૫૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭૯ વધીને રૂ.૬૮૩૭૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૨૯૩ વધીને રૂ.૬૮૩૪૫ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૨૯૦ વધીને રૂ.૬૮૩૪૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૫૭૬૯ સોદાઓમાં રૂ.૧૪૯૮.૩૫ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૫૪૮ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૫૮ અને નીચામાં રૂ.૩૫૩૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩ વધીને રૂ.૩૫૫૦ બંધ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૧૯૬૯ સોદાઓમાં કુલ રૂ.૨૭૬.૯૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૩૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૩૭૦ અને નીચામાં રૂ.૨૦૨૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦ વધીને રૂ.૨૦૩૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૭૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે ૫૦ પૈસા વધીને બંધમાં રૂ.૯૬૯.૯ ના ભાવ હતા.

જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૯૭.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦૨.૫ અને નીચામાં રૂ.૯૯૭.૧ રહી, અંતે રૂ.૧૦૦૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૭૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૭૯ અને નીચામાં રૂ.૧૧૭૪ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર રૂ.૧૧૭૬ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૮૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫,૮૮૮ અને નીચામાં રૂ.૧૫,૪૦૧ના મથાળે અથડાઈ અંતે રૂ.૩૦૧ ઘટી રૂ.૧૫,૪૮૨ના સ્તરે બંધ થયો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૦૬૪ સોદાઓમાં કુલ રૂ.૨૨૮૦.૬૧ કરોડ ની કીમતનાં ૪૫૫૯.૨૦૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૪૩૪૮ સોદાઓમાં કુલ રૂ.૩૦૭૦.૯૨ કરોડ ની કીમતનાં ૪૪૮.૨૧૬ ટન, ક્રૂડ તેલમાં ૩૨૯૪ સોદાઓમાં રૂ.૧૮૭.૩૭ કરોડનાં ૫૨૮૧૦૦ બેરલ્સ, કોટનમાં ૨૯૪ સોદાઓમાં રૂ.૨૦.૫૯ કરોડનાં ૧૦૦૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૫૯૫ સોદાઓમાં રૂ.૨૫૪.૩૫ કરોડનાં ૨૬૩૧૦ ટન, મેન્થા તેલમાં ૫ સોદાઓમાં રૂ.૫૪.૦૬ લાખનાં ૫.૪ ટન, કપાસમાં ૧૭ સોદાઓમાં રૂ.૪૭.૦૭ લાખનાં ૮૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૨૭૦.૫૪૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૬૬.૯૬ ટન, ક્રૂડ તેલમાં ૧૬૬૭ બેરલ્સ, કોટનમાં ૧૦૦૫૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૦૩૬૦ ટન, મેન્થા તેલમાં ૧૩૮.૨૪ ટન અને કપાસમાં ૪૫૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૦ અને નીચામાં રૂ.૧૩૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૭૫૮.૫ અને નીચામાં રૂ.૫૯૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૧૫.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૭૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૮૭૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૭૧.૫ અને નીચામાં રૂ.૩૮૭૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮૭૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૪૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૮૪ અને નીચામાં રૂ.૫૪૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૬૬ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩ ખૂલી, ઊપરમાં રૂ.૩ અને નીચામાં રૂ.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૩ અને નીચામાં રૂ.૧૦૦.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૮.૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૮.૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૮.૮ અને નીચામાં રૂ.૧૦૮.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૨.૪ બંધ રહ્યો હતો.

- text