ઢુંવા નજીક મોબાઈલની દુકાનમાં રૂ. 4.23 લાખની કિંમતના મોબાઇલોની ચોરી

- text


વાંકાનેર પોલીસે મોબાઇલ શોપના માલિકની ફરિયાદ પરથી રાબેતા મુજબ તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા ગામ નજીક આવેલી એક મોબાઈલ શોપમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં તસ્કરો આ મોબાઇલ શોપમાંથી રૂ. 4.23 લાખની કિંમતના 27 નંગ મોબાઇલની ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે મોનાઇલ શોપના માલિકની ફરિયાદ પરથી રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.

- text

આ ચોરીના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ નાથાભાઇ ભીમાણીની માલિકીની વાંકાનેરના ઢુંવા ચોકડી પાસે આવેલી પટેલ પાન એન્ડ મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ મોબાઈલ શોપમાંથી અલગ અલગ કંપનીના રૂ. 4.23 લાખની કિંમતના 27 નંગ કિંમતી મોબાઇલની ચોરી કરી ગયા હતા. બાદમાં પોતાની મોબાઈલ શોપમાં કિંમતી મોબાઇલની ચોરી થયાનું માલુમ પડતા દુકાનના માલિક ધનસુખભાઈ નાથાભાઇ ભીમાણીએ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફરિયાદ નોંધીને વાંકાનેર તાલુકા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text