મોરબીના વનાળિયામાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, આંદોલનની ચીમકી

- text


 

સ્થાનિકોએ કલેક્ટરને રજુઆત કરી : બિલ ચુકવણું અટકાવવા માંગ

મોરબી : મોરબી તાલુકાના વનાળિયા ગામમાં તાજેતરમાં તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી લાભશંકર વ્યાસના ઘરેથી મહાદેવ મંદિર સુધી રૂ.3 લાખના સીસીરોડનું કામ કરવામાં આવ્યું હતું. જોકે આ કામ એટલી હદે નબળું કરવામાં આવ્યું છે કે માત્ર 8થી 10 દિવસમાં રોડ તૂટવા લાગ્યો છે. અને રોડમાં રેતી કાંકરી અને ધૂળ દેખાવા લાગી છે. આમ આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગેરરીતિ કરી હોવાનું સામે આવતા ગ્રામ જનોએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી આ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગેર રીતિ કરી હોય જેથી તાત્કાલિક આ કામનું બિલ અટકાવ વા માંગણી કરી છે અને અધિકારી,કોન્ટ્રાક્ટર તેમજ અન્ય તમામ જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રજુઆત કરી હતી આ સાથે સાથે સ્થાનીકોએ આક્ષેપ કર્યો હતો જૉ જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ન કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

- text