ટંકારા : પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ

- text


 

ટંકારા : ટંકારાના વિરપર નજીક રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ છે.આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનૅથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઈવે ઉપર ટંકારાના વિરપર નજીક વિરાટ હોટલ પાસે આવેલ સ્કાય પેકેજીંગમાં રહેતી યોગીતાબેન રાહુલભાઇ ટુડીયા ઉ.વ.૨૨ નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ચુંદડી વતી પોતાની જાતે ગળે ફાંસો ખાઈ જતા બેભાન હાલતમા ક્રિષ્ના હોસ્પિટલ મોરબી ખાતે સારવારમા ખસેડાઇ છે.આ પરિણીતાનો લગ્ન ગાળો ૧ (એક) વર્ષનો છે અને તેમને કોઈ સંતાન નથી.આ બનાવની ટંકારા પીએસઆઇ એ.વી.ગોંડલીયાએ પ્રાથમિક તપાસ કર્યા બાદ આગળની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક ચાલવી રહ્યા છે.

- text