ટંકારાના વિરપરમાં ટ્રેકટર પરથી પડી જતા એક વર્ષની બાળકીનું મોત

- text


મોરબી :ટંકારા તાલુકાના વિરપર ગામમાં ભાવેશભાઈ ચતુરભાઈ રાજપરાની વાડીમાં મજૂરી કામ કરતા સાલમભાઈ ગણાવાની બે પુત્રીઓ રાધિકા અને 13 માસની દીકરી લક્ષ્મીબેન ટ્રેકટર પર રમતા હતા તે દરમિયાન લક્ષ્મીબેન નામની પુત્રી અકસ્માતે ટ્રેકટર પરથી પડી ગઈ જેથી ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ ફિરોજ ઇબ્રાહિમ પઠાણ ચલાવી રહ્યા છે.

 

- text