માળીયાના ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર

- text


તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક લોકોને મનાવવાના પ્રયાસો હાથ ધર્યા

મોરબી : મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણ યોજાઈ રહી છે ત્યારે માળીયાના ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાનનો બેહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.ગ્રામ પંચાયતમાં આ વિસ્તારનો સમાવેશ કર્યો ન હોય અને પાણી પ્રશ્ને સ્થાનિક લોકોએ પેટા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આથી તંત્ર અને રાજકીય પક્ષોએ સ્થાનિક લોકોને મતદાન કરવા માટે મનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

મોરબી અને માળીયા વિધાનસભા બેઠકની આજે પેટા ચૂંટણીમાં એક વિસ્તારમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં માળીયા તાલુકાના ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાન કરવાનો બહિષ્કાર કરી દીધો છે. આ અંગે રિટનીગ ઓફિસર ઝાલાને જાણ થતાં તેમણે માળીયા મામલતદાર ડી.સી.પરમારને જાણ કરીને યોગ્ય તપાસ કરવાની સૂચના આપી હતી. આથી માળીયા મામલતદારે ટીડીઓને માળીયાના ન્યુ નવલખી વિસ્તારમાં દોડાવ્યા છે. આ બાબતે માળીયાના મામલતદારે જણાવ્યું હતું કે, ન્યુ નવલખી વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા અને આ વિસ્તાર ગ્રામ પંચાયતમાં સમાવેશ ન કરતા એટલે સ્થાનિક લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આથી સમગ્ર તંત્ર અને રાજકીય પક્ષો એ વિસ્તારના લોકોને મતદાન કરવા માટે મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. હાલ ન્યુ નવલખી વિસ્તારમાં ટીડીઓ સહિતની ટિમ પહોંચીને સ્થાનિક લોકોને મનાવવાના પ્રયાસો કરી રહી છે. આ વિસ્તારમાં આશરે 400 થી વધુ મતદારો છે. આ લોકોએ મતદાનનો બહિષ્કાર કરતા તંત્ર અને રાજકીય પક્ષોમાં દોડધામ થઈ પડી છે

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text