ત્રણ દિવસ પેહલા જ પગનો પંજો કપાવ્યો પડ્યો છતા મોરબીના આધેડે કર્યું મતદાન

- text


મોરબી : આજે મોરબી-માળીયા વિધાનસભા બેઠક માટેનું મતદાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે મોરબીના એક નાગરિકે પગનો પંજો કપાવ્યાના ત્રણ દિવસમાં મતદાન કરી નિરુત્સાહી મતદારોને પ્રેરણા પૂરી પાડી છે.

દેશના દરેક નાગરિકને મત આપવાનો મહત્વનો અધિકાર મળ્યો છે. જ્યારે પણ મતાધિકારના ઉપયોગ કરવાની તક મળે ત્યારે એ તક ચૂકવી ન જોઈએ. આજે મોરબીના નાગરિક અનિલભાઈ કારીયાએ વ્હીલચેરમાં મતદાન મથક પર જઈ મતદાન કર્યું છે. અનિલભાઇએ ત્રણ દિવસ પહેલા જ ઓપરેશન કરાવી ડાબા પગનો પંજો કપાવ્યો પડ્યો હતો. છતા પણ તેમણે હિંમત હાર્યા વિના વ્હીલચેરના સહારે મતદાન બુથે પહોંચી મત આપવાની સક્રિયતા દાખવી છે. આ બનાવ મત આપવાની આળસ કરતા કે નિરુત્સાહી હોય તેમનામાં ઉત્સાહનો પ્રાણ ફૂંકવામાં છે. આ તકે અનિલભાઈએ દરેક નાગરિકને મત આપવા અપીલ કરી છે.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text