હળવદ : મગફળી માટે 4 દિવસમાં 230 ખેડૂતોને બોલાવ્યા પણ આવ્યા માત્ર 35

- text


ટેકાના ભાવે વેંચવાને બદલે ખેડૂતો ખુલ્લી બજારમાં વેચી રહ્યા છે મગફળી

હળવદ : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે હળવદ માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદવામાં આવી રહી છે પરંતુ ટેકાના ભાવે મગફળી વેંચવા ખેડૂતો બહુ ઓછા આવી રહ્યા છે અને ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. તે સેન્ટર પર ૨૩૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં માત્ર ૩૫ ખેડૂતો જ આવ્યા છે. જેમાંથી પણ ૧૫ ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ છે અને ચાર દિવસમાં માત્ર ૨૦ જ ખેડૂતોની મગફળી લેવામાં આવી છે.

આ અંગે ખરીદી સેન્ટર પર રજૂઆત કરવા આવે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા તો રજીસ્ટ્રેશન માટે લાઇનોમાં ઊભુ રહેવું પડતું હતું. ત્યારપછી હવે ક્યારે વારો આવે એ માટે રાહ જોવી પડી રહી છે અને વારો આવ્યા બાદ મોટાભાગના ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. જેથી, ઘણા ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચી રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પ્રત્યે કુણુ વલણ અપનાવી ખરીદી પ્રક્રિયામાં સુધારા-વધારા કરી ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે અને જે રીજેક્ટ થયેલ મગફળી છે તેનું પણ ફરીથી સેમ્પલ લઇ તેને પણ ખરીદવામાં આવે તે માટે સેન્ટર પર હાજર અધિકારીઓને ખેડૂતો એ રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ૩૦૯૭ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text