હરીપર ગામમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ

- text


પોલીસ દ્વારા રૂ. 10,300નો મુદામાલ કબ્જે

માળીયા (મી.) : હરીપર ગામમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ છે. પોલીસ દ્વારા રૂ. 10,300નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ બનાવમાં એક શખ્સ સામે માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગત તા. 29ના રોજ હરીપર ગામની સીમમા ઇન્ડીયન ઓઇલના વેરહાઉસની પાછળની સાઇડ તળાવના કાંઠે બાવળના ઝૂંડમાં ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારુ ગાળવાની ચાલુ ડબલ બેરલની એવા બે બેરલની ભઠ્ઠીનો ગરમ આથો લીટર 300, કિ.રૂ. 600, ઠંડા આથાના 200 લીટરની ક્ષમતા વાળા બેરેલ નંગ-8 તથા પ્લાના કાળા કલરના 500 લીટરની ક્ષમતાવાળા ટાંકા નંગ 2મા ઠંડો આથો લીટર 650 મળી કુલ આથો લીટર 2250ની કિ.રૂ. 4500 તથા દેશી દારૂના કેરબા નંગ 13મા રહેલ દારૂ લી 260 કિ.રૂ. 5200 મળી કુલ કિ.રૂ. 10,300નો મુદામાલ ઝડપાયો હતો. પોલીસની રેઇડ દરમિયાન આરોપી અકબરભાઇ હારૂનભાઇ જામ (રહે. વાગડીયા ઝાપા સામે, માળીયા મી.)ની અટકાયત કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text