કોરોના કાળમાં પત્ની-પતિ વચ્ચેના ઝગડા વધ્યા : નારી અદાલતમાં આવ્યા 40 કેસ

- text


30% કેસ એવા પણ છે કે પરિણીતા પરિવારજનોને હેરાન કરતી હોય

મોરબી : મોરબી જિલ્લામાં ઘરેલુ હિંસામાં મહિલાઓને ઝડપી અને યોગ્ય ન્યાય આપવા માટેની નારી અદાલત પાસે ગત જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના આવેલા કેસો જોઈએ તો લોકડાઉનમાં ઘરેલુ હિંસાના વધુ બનાવો ધ્યાને આવે છે. ખાસ કરીને લોકડાઉનમાં કામ ધંધા બંધ હોય, પતિ ઘરે જ હોવાથી પતિ-પત્ની વચ્ચે ઘરકાંકસ વધ્યો હતો અને લોકડાઉન પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના 20 કેસ આવ્યા હતા. આવા સંવેદનશીલ બનાવોમાં નારી અદાલતે સમજાવટથી કામ લઈને પતિ-પત્ની વચ્ચે સુમેળ કરાવ્યો હતો.

ઘરેલુ હિંસાના બનાવોમાં મહિલાઓને ઝડપી ન્યાય આપવા માટે ગુજરાત મહિલા આયોગ અને મહિલા સામખ્ય દ્વારા રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથકોએ નારી અદાલત શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પતિ મારપીટ કરતો હોય, દારૂડિયા પતિનો ત્રાસ કે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવી, પતિના આડાસબંધ મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવા તેમજ સાસુ-સસરા ત્રાસ આપતા હોય તેવા કેસો નારી અદાલતમાં આવે છે. જો કે ઘણી વાર ઉલટી ગંગા જેવા કેસો પણ સામે આવે છે. જેમાં મહિલા પતિ કે સાસરિયાને હેરાન કરતી હોય એવા પણ કેસ આવે છે.

- text

ત્યારે મોરબી જિલ્લા નારી અદાલત પાસે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 40 જેટલા કેસ આવ્યા છે. જેમાં લોકડાઉન દરમ્યાન માર્ચથી જૂન માસ સુધી સૌથી વધુ 20 કેસ આવ્યા હતા. એ કેસ પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસના હતા. લોકડાઉનમાં ઘરેસુ હિંસાના બનાવો વધ્યા હતા. જેમાં 30 ટકા 35 થી 40 વર્ષની ઉંમરના કિસ્સા હોય છે. 30 ટકા કેસમાં એવું પણ હોય છે કે પુરુષો નહિ પણ મહિલાઓ પરિવારજનોને હેરાન કરતી હોય છે. જ્યારે એક કેસ એવો હતો કે છૂટાછેડા થયા બાદ પણ એ યુગલે ફરીથી લગ્ન કરી લીધા હતા. જ્યારે અન્ય 40 કેસમાં સમજાવીને સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. હાલ 40 કેસમાંથી 4 કેસ પેન્ડિંગ છે. તેમ જિલ્લા કો-ઓર્ડીનેટર કાજલબેન લોઢિયાએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text