નવા જાંબુડીયા ગામે મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. આ બનાવમાં એક શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 15ના રોજ નવા જાંબુડીયા ગામે ધર્મસિધ્‍ધી સોસાયટીમાં પપ્પુભાઇ કરીમભાઇ મેઘાણીએ રહેણાંક મકાનમાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની કુલ બોટલો નંગ 9 (કિ.રૂ. 2700) વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ પોલીસની રેઇડ દરમિયાન આરોપી પપ્પુ હાજર ન હોવાથી પોલીસે તેને પકડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text