મોરબી જિલ્લામાં વિવિધ કલમો હેઠળ બાઇકો, ઓટો રિક્ષાઓ અને પેસેન્જર વાહનો ડિટેઇન કરાયા

- text


મોરબી : જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે. ત્યારે શુક્રવારે દિવસ દરમ્યાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અલગ અલગ કલમો હેઠળ બાઇક ચાલકો, રીક્ષા ચાલકો સહિત પેસેન્જરની હેરફેર કરતા ફોર વ્હિલચાલકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી જે-તે વાહનો ડિટેઇન કર્યા હતા.

આ કાર્યવાહી દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લાલપુર ગામ સામેથી મારુતિ ઇકો ગાડી રોંગ સાઇડમાં પૂરઝડપે ચલાવતા ચાલક સામે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપર ગામ પાસેથી જ ઇકો કારમાં ત્રણથી વધુ પેસેન્જર બેસાડીને નીકળતા ચાલક સામે કલમ 188 મુજબ ગુનો નોંધી કાર ડિટેઇન કરવામાં આવી હતી. જ્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનાળા રોડ પર શક્તિ માતાજીના મંદીર પાછળ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર તેમજ કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા બાઇક ચાલક સામે એમ વી એક્ટની કલમ 185, 3, 181 મુજબ ગુન્હો નોંધી બાઇક ચાલકની અટકાયત કરી બાઇક કબજે કરાયું હતું.

જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના માળીયા ફાટક પાસે ડ્રાઇવર સહિત છ પેસેન્જરને બેસાડીને નીકળતા રીક્ષા ચાલક સામે આઇપીસી કલમ 188 મુજબ તથા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ત્રાજપર ચોકડી રોડ પર એકટીવા મોટર સાયકલ પર લાઇસન્સ વગર તથા કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા ચાલક સામે ગુન્હો નોંધી બાઇક પણ કબજે કરવામાં આવ્યું હતું. તથા વીસીપરા પાસે ગોદામ રોડ પરથી કેફી પ્રવાહીનો નશો કરીને નીકળેલા બાઇક ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી બાઇક ડિટેઇન કરાયું હતું.

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બોલેરો પિકઅપ વાહન રોંગ સાઈડમાં ચલાવતા મેંદરડા બસ સ્ટેન્ડ પાસે ભેરડા પલાસા ચોકડી પાસેથી તથા પલાસા ચોકડી પાસેથી જ સીએનજી ઓટો રીક્ષા ઓવર સ્પીડમાં ચલાવતા ચાલક સામે આઈ.પી.સી.કલમ 279, એમવી એક્ટની કલમ 177 અને 184 મુજબ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરાયા હતા. માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાખરેચી ગામમાં પાણીના ટાંકા પાસેથી ઓવર સ્પીડમાં નીકળેલા બાઇક ચાલક સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 279, તથા એમવી એક્ટની કલમ 117 અને 184 મુજબ ગુન્હો નોંધી તથા વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીનપરા જકાતનાકા પાસે ગેરકાયદે રીતે ઇકો કાર પાર્ક કરતા કાર ચાલક સામે ipc કલમ 283 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેરડા બસ સ્ટેન્ડ પાસે મહેન્દ્ર બોલેરો ગાડી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રાખતા તેના ચાલક સામે ગુનો નોંધી વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે પલાસા ચોકડી પાસે સીએનજી રીક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાસ કરવા બદલ તેના ચાલક સામે ગુનો નોંધી રિક્ષા ડિટેઇન કરાઇ હતી. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંઢા લીમડા ચોક પાસે ત્રિપલ સવારીમાં નીકળેલા બાઈક ચાલક સામે કલમ 188 મુજબ ગુનો નોંધી બાઈક ડિટેઇન કરવામાં આવ્યુ હતું. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ પાડધરા બસ સ્ટેન્ડ પાસે બોલેરો કારમાં ચારથી વધુ પેસેન્જર બેસાડીને નીકળતા ચાલક સામે કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text