વિરપર ગામે સર્વિસ રોડનું કામ ઝડપથી પૂરું કરો : ગ્રામ પંચાયતની રજુઆત

- text


વિરપર ગ્રામ પંચાયતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિતમાં રજુઆત કરી

ટંકારા : ટંકારાના વિરપર (મચ્છુ) ગામે સર્વિસ રોડનું કામ મંજૂર થયું હોવા છતાં આ સર્વિસ રોડનું કામ હજુ સુધી બાકી હોવાના લીધે વારંવાર માર્ગ અકસ્માતના બનાવો બને છે અને લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડે છે. આથી, વિરપર ગ્રામ પંચાયતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિતમાં રજુઆત કરીને સર્વિસ રોડનું કામ ઝડપથી પૂરું કરવાની માંગ કરી છે.

ટંકારાના વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયત દ્વારા આર.એન.બી.રાજકોટના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી કે વિરપર ગામે વર્ષે 2019-20માં બોક્સ કન્વર્ટ અને સર્વિસ રોડનું કામ મંજુર થયું હતું. તેમાંથી બોક્સ કન્વર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ સર્વિસ રોડનું કામ હજુ સુધી બાકી હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે. ગામની બાજુમાં બનેલા બોક્સ કન્વર્ટની ઉંચાઈ હોવાથી રોડનું લેવલ ઘણું ઉંચુ હોય, ગામમાં ઉતરવાની અને ચડવાની કોઈ જગ્યા ન હોવાથી વારંવાર નાના મોટા અકસ્માત થાય છે. આથી, વહેલી તકે બાકી રહેલા સર્વિસ રોડનું કામ ઝડપથી પૂરું કરવાની માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text