સાપકડા ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા સારવાર દરમિયાન મોત

- text


હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

સાપકડા ગામે રહેતા શીવાભાઈ નાગરભાઈ ચૌહાણના પત્ની આશાબેન (ઉ.વ. 22)એ ગત તા. 7ના રોજ અગમ્ય કારણોસર ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતકના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text