મોરબીના આમરણ ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના આમરણ ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના આમરણ ગામે રહેતા સુખરામ મોહનસિંગ માળી (ઉ.વ. 30) નામના યુવાને આજે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text