રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીઓ માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટના ભાવ નક્કી કર્યા

- text


રાજ્યભરમાંથી ટેસ્ટ માટે મંજૂરી માંગ ઉઠતા સરકારનો શરતોને આધીન મંજૂરી આપવાનો નિણઁય

મોરબી : દેશ-દુનિયાને પોતાના ભરડામાં લેનારા કોરોના મહામારી (કોવીડ-19)ની સારવારમાં ટેસ્ટીંગ એક અગત્યનું પાસું હોવાથી રાજ્યની ખાનગી લેબોરેટરીને પણ RTPCR ટેસ્ટ માટે મંજૂરીઓ આપી હતી. જે બાદ રાજ્યની અલગ-અલગ ખાનગી લેબોરેટરીઓ દ્વારા રેપિડ એન્ટી બોડી ટેસ્ટ માટે પણ માંગણીઓ થતા રાજ્ય સરકાર આ બાબતે સક્રિય કાર્યવાહી કરતા રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીને યોગ્ય શરતો સાથે માન્યતા આપવાનો નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ કોર્પોરેશનના મુખ્ય જિલ્લા અધિકારી કે આરોગ્ય અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, ખાનગી લેબોરેટરીઓ દ્વારા દર્દીઓ પાસેથી વધુ રકમ ન પડાવે તે માટે ટેસ્ટના દર પણ નક્કી કરી દેવાયા છે. જેમા ELISA ફોર એન્ટી બોડી ટેસ્ટ માટે જો દર્દી લેબોરેટરીમાં જઈ ટેસ્ટ કરાવે તો રૂ. 450 જયારે દર્દીના ઘરે કે હોસ્પિટલમાં જઈ સેમ્પલ કલેક્ટ કરે તો રૂ. 550. આ જ રીતે, જો CLIA ફોર એન્ટી બોડી ટેસ્ટમાં દર્દી લેબોરેટરીમાં જઈ ટેસ્ટ કરાવે તો રૂ. 500, જયારે દર્દીના ઘરે કે હોસ્પિટલમાં જઈ સેમ્પલ કલેક્ટ કરે તો રૂ. 600નો દર નક્કી કરવામાં આવ્યો છે.

ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં કઈ કઈ સુવિધા જરૂરી છે?

*લેબોરેટરીમાં એમડી પેથોલોજીસ્ટ કે એમડી માઈક્રોબાયોલોજીસ્ટ ફરજીયાત હોવા જોઈએ.

*જે તે લેબોરેટરી પાસે જરૂરી માનવ સંસાધન તેમજ સાધનો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે.

- text

*લેબોરેટરીએ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે જે તે જિલ્લા અથવા કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી પાસેથી મંજૂરી મેળવવાની રહેશે. જે તે લેબોરેટરી પાસે RTPCR ની માન્યતા મેળવેલી હોય તેમને પણ એન્ટી બોડી ટેસ્ટ માટે મંજૂરી લેવાની રહેશે.

* લેબોરેટરીએ ટેસ્ટ કરવા માટે આઈસીએમઆર ની માન્યતા પ્રાપ્ત ELISA કે CLIA રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટ વાપરવાની રહેશે અને રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ કરવાનો રહેશે.

*માન્યતા મેળવ્યા બાદ લેબોરેટરીએ કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જે પણ માર્ગદર્શિતા જાહેર કરે તેની અમલવારી કરવાની રહેશે.

* રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા ભાવ કરતા કોઈ પણ પ્રકારનો વધુ ચાર્જ લઈ શકાશે નહીં જો આવો ચાર્જ લેશે તો તેની માન્યતા આપોઆપ રદ ગણાશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text