મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ રિક્ષાઓ અને બાઇકો ડિટેઇન કરાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ રીક્ષા ચાલકો તથા બાઇકસવારો સામે ગુન્હા નોંધી તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનાળા રોડ, બસ સ્ટેન્ડ પાસેથી એક ટાટા કારને ઓવર સ્પીડથી ચલાવતા તેના ચાલક સામે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માળીયા ફાટક પાસે સીએનજી રીક્ષામાં ડ્રાઈવર સહિત સાત પેસેન્જર બેસાડીને નીકળતા રીક્ષા ચાલક સામે, તથા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે લાઇસન્સ વિના તથા કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા બાઇક ચાલક સામે એમ વી એક્ટની કલમ 185, 3, તથા 181 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાઈક ડિટેઇન કરવામાં આવ્યું હતું.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિનપરા જકાતનાકા પાસે ટ્રાફિક અવરોધાય એ રીતે સીએનજી રીક્ષા પાર્ક કરતાં ચાલક સામે તથા જીનપરા વાંઢા લીમડા ચોક પાસે ત્રિપલ સવારીમાં તથા માસ્ક પહેર્યા વિના નીકળતા ત્રણ સામે ipc કલમ 188 મુજબ ગુન્હો નોંધી બાઇક ડિટેઇન કરાયું હતું. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરા નાકા પાસે ચારથી વધુ પેસેન્જર બેસાડીએ નીકળતા રિક્ષાચાલક સામે કલમ 188 મુજબ ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરાઈ હતી.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેસરીયા ચેકપોસ્ટ પાસે ઓવરસ્પીડમાં રિક્ષા ચલાવતા ચાલક સામે, ઢૂંવા ચોકડી પાસે ઓટો રિક્ષામાં બેથી વધુ પેસેન્જર બેસાડીને નીકળતા ચાલક સામે તથા ઓવર સ્પીડમાં નીકળેલા 1 રીક્ષા ચાલક સામે તથા અન્ય 1 રીક્ષાને રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરવા બદલ રીક્ષા ચાલક સામે આઈપીસીની કલમ 283 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text