રેલવે ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં થયો કરાયો ફેરફાર, મુસાફરોને ટિકિટ બુકિંગમાં રહેશે સરળતા

- text


હવે ટિકિટ આરક્ષણનો બીજો ચાર્ટ 30 મિનિટ પહેલા જાહેર કરાશે

મોરબી : કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન તમામ ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે તબક્કાવાર ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ભારતીય રેલવે દ્વારા ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટિકિટ આરક્ષણનો બીજો ચાર્ટ 30 મિનિટ પહેલા જાહેર કરાશે. જેનાથી મુસાફરોને ટિકિટ બુકિંગ કરાવવામાં સરળતા રહેશે.

કોરોના વાયરસ મહામારીના પગલે રેલવેએ આ નિયમમાં બદલાવ કર્યો હતો. કોરોના કાળ સમયે 2 કલાક પહેલા યાદી જાહેર થતી હતી. પરંતુ હવે આગામી તા. 10 ઓક્ટોબરથી ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા બીજી યાદી જાહેર થશે. આ હિસાબે ઓનલાઈન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટર પર ટિકિટ બુકિંગ સુવિધા બીજી આરક્ષણ યાદી તૈયાર થતા પહેલા ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ માટે સીઆરઆઈએસ સોફ્ટવેરમાં જરુરી પરિવર્તન કરશે. આ ટાઇમ ટેબલમાં પહેલાથી બુક ટિકિટોને કેન્સલ કરાવાની પણ જોગવાઇ હશે.

- text

ટ્રેનનો પહેલો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવે છે. બીજા ચાર્ટનો સમય બદલવા પર હવે મુસાફરો સામે ટિકિટ બુક કરાવાના વધુ વિકલ્પ હશે. મુસાફરો બીજો ચાર્ટ તૈયાર થવા સુધી વહેલા તે પહેલાના આધારે ઇન્ટરનેટ પર ટિકિટ બુક કરાવી શકે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text