મોરબી જિલ્લામાં સૌથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન ધરાવતા ટંકારામાં મગફળીનું સેન્ટર ફાળવવા માંગ

- text


મોરબી જીલ્લાના ચારેય તાલુકાના રજીસ્ટ્રેશન આંકડાથી ડબલ ખેડુતોએ ટંકારામા મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું, ટંકારામાં સેન્ટર હોય તો ખેડૂતોનો સમય અને આર્થિક ખર્ચ પણ ઘટશે

ટંકારા : હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન પક્રિયા ચાલુ છે. ત્યારે મોરબી જીલ્લામા સૌથી વધુ ખેડુતો ધરાવતા ટંકારા તાલુકાના ખેડૂતોને ખરીદી કેન્દ્ર ન ફાળવાતા જીલ્લા મથકે ધક્કા ખાઈને સમય અને શક્તિનો વ્યય અટકાવવા માટે તાલુકા મથકે ખરીદી માટેની માંગ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને કોગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણી એ કરી છે.

પ્રમુખે રજુઆત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષે મોરબી જીલ્લાના મોરબી તાલુકાના ૧૪૯૧ ખેડુત, વાકાનેર તાલુકાના ૭૭૭ ખેડુત, માળીયા તાલુકાના ૧૯૫ ખેડુત અને હળવદ તાલુકાના ૨૯૨૦ ખેડુતોની સામે ટંકારાના ૯૮૯૦ ખેડુતો એ મગફળી વહેંચવા રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. જે બીજા તાલુકાના સરવાળાથી ડબલ હોવા છતાં ખરીદી માટે કેન્દ્ર ન હોવાથી જીલ્લા મથકે વહેંચવા જવુ પડયું હતું. તેમજ ખરીદ સંસ્થા દ્વારા સ્ટોર માટેનુ ગોડાઉન ટંકારા નજીકનુ હતુ. જ્યા ટંકારાનો ખેડુત મોરબી જણસ લઈ ગયો અને મોરબીથી જણસ ટંકારા આવી.

- text

ત્યારે આ વખતે પણ મોરબી જીલ્લામા સોમવાર સુધીમા મોરબીમા ૧૪૫૮, માળીયામાં ૨૧૨, વાકાનેરમા ૧૧૩, હળવદમા ૩૭૩૨ અને ટંકારામા સૌથી વધુ ૧૨,૩૧૭ હજાર ખેડુતોએ મગફળી વેંચવા રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જે તમામ તાલુકાના સરવાળાથી ડબલ હોવા છતાં પણ ખરીદી ઘર આંગણે ન થાય, એ અન્યાય સમાન ગણાવી ટંકારા તાલુકાના છેવાડાના ખેડુતને ૭૦ થી ૧૦૦ કિલોમીટરનો પલ્લો કાપી જીલ્લા મથકે લાઈનમા ન લાગવું પડે માટે તાલુકાને ખરીદી કેન્દ્ર ફાળવવા કારોબારી ચેરમેન ગોધાણીએ રજુઆત કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text