ટંકારાના 20 ગામના 303 ખેડુતો ગત વર્ષની કુષિ સહાયથી હજુ વંચિત

- text


નવી સહાયની જાહેરાત બાદ ગત વર્ષે સહાયથી વંચિત રહેતા લાભાર્થીઓને રૂપિયા 16 લાખથી વધુની રકમ ફાળવવા કોગ્રેસના પ્રમુખ ભુપત ગોધાણીએ રાજ્ય સરકારને લેખિત રજુઆત કરી 

ટંકારા : ગત વર્ષે ટંકારામાં પડેલા અનરાધાર વરસાદને કારણે જમીનના ધોવાણથી તથા તૈયાર થયેલ પાક બગડી ગયા બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના બેન્ક ખાતામાં કુર્ષિ સહાય અંતર્ગત રાહત પેકેજ ફાળવણી કરી હતી. જેમા અપુરતી ગ્રાન્ટને કારણે 154 ખેડુતો અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનને કારણે 149 જેટલા ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહી ગયા હતા. એ સહાય એક વર્ષ બાદ પણ ન મળતા આજે 20 ગામના ખેડુતોએ ટંકારા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને કોગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણીને મળી આ અંગે રજુઆતો કરી હતી.

ખેડૂતોની રજુઆતને લઈને ભુપત ગોધાણીએ જીલ્લા ખેતીવાડી અધિકારી સાથે ચર્ચા કરી બાકી રહેલ લાભાર્થી અંગે વિગતો માંગતા કચેરીમાંથી જણાવવામાં આવ્યું હતું કે કચેરી દ્વારા 154 બાકી રહી ગયેલા લાભાર્થીના 1562602 રૂપિયા માટે સરકારમા માંગણી કરી છે પરંતુ રકમ જમા ન થતા સહાયથી 154 લાભાર્થીઓને વંચિત રહેવું પડયું છે, જ્યારે 149 લાભાર્થીઓના ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાકી છે. આ બાબતની જાણકારીને લઈને કારોબારી ચેરમેન ગોધાણીએ આજરોજ રાજ્ય સરકારને લેખિત જાણ કરી તાકીદે સહાય માટે ખૂટતી રકમ જે-તે ખેડૂતના ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આ વર્ષે પણ ટંકારા વિસ્તારમાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે અને સરકારે આ વર્ષે પણ કુષિસહાયની જાહેરાત કરી છે ત્યારે પાછલા એક વર્ષથી હક્કના પૈસા માટે કચેરીઓના ચક્કર કાપતા ખેડુતોને બાકી નીકળતી સહાય ત્વરિત મળી જાય એવી રજુઆત કરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text