માટેલ મંદિરે યાત્રાળુઓ માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા પુનઃ શરૂ કરાઈ

- text


માટેલ ધામમાં સાદાઈથી પરંપરાગત નવરાત્રી મહોત્સવ પણ યોજાશે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના યાત્રાધામ માટેલ ખાતે આગામી નવરાત્રી મહોત્સવમાં બાળાઓ પરંપરાગત માતાજીની આરાધના સ્વરૂપે ગરબે રમશે તથા દર્શને આવતા તમામ યાત્રાળુઓ માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી છે માટેલ મંદિર ખાતે નવરાત્રી દરમ્યાન રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી નાની બાળાઓ ગરબા લઈને માતાજીની આરાધના કરશે.

કોરોના વાયરસને પગલે સરકારના જાહેરનામા મુજબ દર્શનાર્થીઓ માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા બંધ કરી હતી, તે બહારગામથી આવતા યાત્રિકો માટે પુનઃ ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. માટેલ ધામ ખાતે સરકારની ગાઈડ લાઈન મુજબ આગામી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખોડિયાર માતાજી મંદિર માટેલ ધરા ખાતે આસોં માસના નવલા માતાજીના નોરતામાં નવ દિવસ નવરાત્રી દરમ્યાન આઇશ્રી ખોડિયાર માતાજીના પાવન સન્મુખે નાની બાળાઓ રાસ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરશે, તેમજ સવાર સાંજ માતાજીની નવ દિવસ ઢોલ નગારાના ધેરા નાદથી મહાઆરતી કરવામાં આવશે. નવરાત્રી દરમ્યાન બહારગામના યાત્રિકોને ઉતારાની સગવડ પણ કરી આપવામાં આવશે. માટેલ આવતા દરેક ભક્તજનોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે. તેમજ માસ્ક પહેરીને દર્શન કરવાનું ફરજિયાત રહેશે તેમ માટેલના મહંતશ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા દ્વારા જણાવાયું છૅ.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text