મોરબી પાલિકાનું આખરી સીમાંકન જાહેર : વોર્ડ રચનાંમાં આવેલ વાંધા અરજીઓનો સ્વિકાર

- text


 

માધાપર વોર્ડ 6માં, સમગ્ર વજેપર વોર્ડ 13માં સમાવાયુ

મોરબી : મોરબી વિધાનસભા પેટા ચૂંટણી ની પેટા ચૂંટણી જાહેર થયા બાદ હવે સ્થાનીક સ્વરાજ ચૂંટણીઓની ગતિવિધિ તેજ થઇ ગઇ છે. તાજેતરમાં મોરબી જિલ્લા પંચાયત અને મોરબી ટંકારા તાલુકા પંચાયતના સીમાંકન જાહેર થઇ ગયા બાદ હવે મોરબી પાલિકાનું આખરી સીમાંકન પણ જાહેર થઈ ગયું છે.

અગાઉ જાહેર થયેલા સભવીત સીમાંકન બાદ અલગ અલગ સામાજિક આગેવાનો અને રાજકીય પક્ષ દ્વારા વાંધા અરજીઓ મુકવામાં આવી હતી જેમાંથી યોગ્ય રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો અને તેને સુધારી આંખરી સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. નવા સીમાંકન માં માધાપર વિસ્તાર એ 7 અને 8 માં મુકાયા હતા જેમાં સુધારો કરી વોર્ડ6 માં મુકાયા છે. વજેપરને બે થી ત્રણ વોર્ડમાં વહેચી દેવાયો હતો જેને સુધારો કરી વોર્ડ 13માં મુકવામાં આવ્યા છે.નવા સીમાંકન મુજબ શનાળા અને અમરેલી ગ્રામ પંચાયત વિસ્તારની પણ બાદબાકી કરી દેવાઈ છે.

- text

મોરબી શહેરના વોર્ડની સંખ્યા 13 અને બેઠક 52 જેટલી યથાવત રાખવામાં આવી છે.જેમાંથી 50 ટકા એટલે કે 26 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામા આવી છે.બેઠક મુજબ જોઈએ તો વોર્ડ 1 માં એક સામાન્ય મહિલા જયારે 3 સામાન્ય બેઠક સામાન્ય,વોર્ડ 2માં એક અનુ.જાતિ સ્ત્રી,એક ઓબીસી જયારે બે સામાન્ય બેઠક,વોર્ડ 3ની એક સામાન્ય મહિલા 3 બેઠક સામાન્ય,વોર્ડ 4ની એક અનુ.જાતિ મહિલા બાકીની ત્રણ સામાન્ય, વોર્ડ5,6 અને 7માં એક સામાન્ય મહિલાજયારે 3 સામાન્ય બેઠક જાહેર થઈ છે. વોર્ડ 8માં એક મહિલા ઓબીસી ત્રણ સામાન્ય,વોર્ડ 9 અને 10માં સામાન્ય મહિલા 3 સામાન્ય,વોર્ડ 11 પછાત મહિલા અને 3 સામાન્ય,12માં એક સામાન્ય મહિલા,એક ઓબીસી અને બાકીની 2 બેઠક સામાન્ય,વોર્ડ 13માં 1 મહિલા ઓબીસી 1 અનુ.જાતિ જ્યારે બે બેઠક સામાન્ય જાહેર કરવામા આવી છે.

આમ આખરી સીમાંકનમાં વોર્ડ ફાળવણીમાં અનેક બેઠકમાં સુધારો થયો છે અને પુરુષ બેઠક સ્ત્રી. માટે તો સ્ત્રીની પુરુષમાં અગાઉની અનામત બેઠકમાં પણ બદલાવ કરવામા આવ્યો છે.આ નવા સીમાંકનથી શહેરી વોર્ડ વિસ્તારમાં ઘણા કાઉન્સિલરોની ટિકીટ કપાઈ જશે અને તેનું નવા ચેહરાઓને મળે તેવી શકયતા સેવાઈ રહી છે.

- text