મોરબીમાં યુવા કોંગ્રેસે 3000 માસ્કનું વિતરણ કરી સરકારના રૂ.1000ના દંડનો વીરોધ કર્યો

- text


 

મોરબી : કોરોના મહામારીમાં અગાઉ લાદવામાં આવેલા લોકડાઉન બાદથી અનેક ધંધા હજુ બંધ છે.જેના કારણે લોકોની આવક ઘટી ગઈ છે અથવા બંધ જ થઈ ગઈ છે. આવા સમયે રાજય સરકાર દ્વારા ગરીબ લોકોને પડ્યા ઉપર પાટા સમાન લોકોને માસ્ક વગર પકડાય તો ૧૦૦૦ રૂપિયા જેટલો તોતિંગ દંડ ઉઘરાવી રહી છે.
બોજ પ્રજાના માથે નાખી ડરની દહેશત ઉભી કરી છે. જેથી યુવા કોંગ્રેસે સરકારના આ નિર્ણયનો અનોખો વિરોધ કર્યો હતો. સાથે ગરીબ લોકોની સેવા થકી વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

- text

જેના ભાગરૂપે મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ દ્વારા મોરબીના મયુર પુલ નીચે આવેલ રવિવાર બજારમાં શ્રમજીવી લોકોને ૩૦૦૦ જેટલા N-95 માસ્ક વિનામૂલ્યે વિતરણ કરી સરકારની નીતિ સામે ગાંધીગીરી કરી હતી.આ તકે પ્રદેશ અગ્રણી રમેશભાઈ રબારી, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુમિતાં બેન લોરિયા , પ્રભાબેન પ્રમુખ કોંગ્રેસ સેવાદળ મહિલા , રંજનાબેન શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ , જશવતીબેન સિરહોયા કાઉન્સિલર, મેમુના બેન બ્લોચ , , સુરેશભાઈ સિરહોયાં, લાલુભા ઝાલા , કુલદીપસિંહ જાડેજા , હરેશ ભાઈ , યાસીન , યુવરાજસિંહ , ઇરફાન , શોહિલ, ઓમદેવસિંહ , યુસુફભાઈ સેખ અને અન્ય આગેવાનો હાજર રહી માસ્ક વિતરણ કર્યું હતું. તેમ મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

- text