મોરબી : ધો. 10 પુરક પરીક્ષાની માર્કશીટ તાલુકાઓમાં નિર્ધારિત વિતરણ સ્થળ પરથી મેળવવાની રહેશે

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.૧૦ પુરક પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ ગત તા.૧૮/૦૯/૨૦૨૦ ના રોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન આવ્યું હતું. માધ્યમિક ધો.૧૦ પુરક પરીક્ષા ઓગસ્ટ-૨૦૨૦ પરીક્ષાના પરિણામ સાહિત્યનું વિતરણ આગામી તા.૨૧/૦૯/૨૦૨૦ ના રોજ થનાર છે. હાલની COVID-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ પરિણામ વિતરણની કામગીરી જિલ્લા વિતરણ કેન્દ્રની જગ્યાએ તાલુકાવાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે આગામી તા.૨૧/૦૯/૨૦૨૦ ના રોજ વિતરણ કરવામાં આવશે. જે-તે તાલુકામાં આવતી શાળાઓએ આપના તાલુકાને ફાળવેલ વિતરણ સ્થળ પરથી જ પરિણામ સાહિત્ય મેળવવાનું રહેશે.

પરિણામ વિતરણ સ્થળ મોરબી માળીયા તાલુકાનું ધી.વી.સી.ટેક. હાઈસ્કુલ-મોરબી, હળવદ તાલુકાનું નાલંદા વિદ્યાલય-હળવદ, ટંકારા તાલુકાનું મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય-ટંકારા તેમજ વાંકાનેર તાલુકાનું શ્રી અમરસિંહજી હાઈસ્કુલ વાંકાનેર ખાતે વિતરણ થશે. મોરબી જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓએ તા.૨૧/૦૯/૨૦૨૦ ને સોમવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી આપની શાળાના અધિકાર પત્ર સાથે વિતરણ સ્થળ પરથી પ્રતિનિધીએ ઉપસ્થિત રહી પરિણામ લગત સાહિત્ય મેળવી લેવાનું રહેશે.

- text

કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ વિતરણ સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમજ માસ્ક પહેરીને જ આવવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરવામાં આવે ત્યારે પણ એક સાથે ન બોલાવી યોગ્ય આયોજન કરી સરકારશ્રીની લોકડાઉનની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. શાળાઓએ પરિણામ દરમિયાન વિદ્યાર્થીઓને ભેગા કરીને સરઘસ, ગરબા જેવી કોઈ પ્રવૃત્તિ ન થાય તેનું ધ્યાન આચાર્યશ્રીએ રાખવાનું રહેશે. પરિણામ વિતરણ બાદ ગુણ ચકાસણી/અવલોકન/OMRની ઝેરોક્ષ કોપી મેળવવા શાળાના આચાર્યશ્રીએ ઉમેદાવારોને યોગ્ય માર્ગદર્શન આપવાનું રહેશે. તમામ સૂચનાઓનું પાલન કરી આગામી તા.૨૧/૦૯/૨૦૨૦ ના રોજ તાલુકા વિતરણ સ્થળ પરથી પરિણામ સાહિત્ય મેળવી લેવાની જવાબદારી જે-તે શાળાના આચાર્યની રહેશે, તેમ બી. એમ. સોલંકી જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text