મોરબી : ગાંધીચોકના શોપિંગ સેન્ટરની જર્જરિત હાલત, વેપારીઓની કલેક્ટરને રજુઆત

- text


શોપિંગ સેન્ટરમાંથી વારંવાર પથ્થરો પડતા જાનમાલને નુકશાની થવાની દહેશત : વહેલી તકે શોપિંગ સેન્ટરને યોગ્ય રીતે રીપેરીંગ કરવાની માંગ

મોરબી : મોરબીના ગાંધીચોકમાં આવેલા વર્ષો જુના શોપિંગ સેન્ટરની ઇમારત ખખડી ગઈ છે.આ શપીગ સેન્ટર એટલી હદે જર્જરિત થઈ ગયું છે કે તેમાંથી વારંવાર પથ્થરો સહિતના મસમોટા ગાબડા પડે છે.અને શોપિંગ સેન્ટરની દુકાનોના માલિકો અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને જીવ ઉપર જોખમ ઉભું થયું છે.

- text

મોરબીના ગાંધીચોકમાં વાંદરીવાળી તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારી હોસ્પિટલ રોડ ગોકુલ ઝેરોક્ષની સામે આવેલ રિલાયન્સ શોપિંગ સેન્ટરમાં ભાડેથી દુકાનો ધરાવતા વેપારીઓએ આજે કલેક્ટરને રજુઆત કરી હતી કે, આ શોપિંગ સેન્ટરનું બાંધકામ વર્ષો જૂનું હોવાથી કાળક્રમે આ શોપિંગનું બિલ્ડીંગ એકદમ ખખડી ગયું છે અને બિલ્ડીંગ ભારે જર્જરિત થઈ જવાથી જોખમી બની ગયું છે.આ મિલકત જોખમી હોવાથી અવારનવાર બિલ્ડીંગ ઉપરથી પથ્થરો સહિતના મસમોટા ગાબડા નીચે પડે છે.તેથી દુકાનદારો અને રસ્તેથી પસાર થતા લોકો ઉપર જીવનું જોખમ રહે છે .વારંવાર ગાબડા નીચે પડતા હોવાથી જાનમાલને મોટું નુકસાન થાય તેવી ભીતિ છે.જોકે આ શોપિંગને રિપેરીગ કરાવવા માટે મિલ્કતના માલિકોને વેપારીઓએ અવારનવાર નોટિસ પાઠવી છે તેમજ પાલિકા તંત્રએ પણ મિલ્કતના માલિકોને નોટિસ ફટકારી છે તેમ છતાં આ મિલ્કતના માલિકોને શોપિંગને રીપેર કરવાના દરકાર કરતા નથી.આથી આ જોખમી મિલ્કતથી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં શોપિંગને યોગ્ય રીતે રિપેરીગ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text