વાંકાનેર : ‘ગાંઠિયાની લારી કેમ ખોલી નથી’ તેમ કહી રેકડીધારક પર હુમલો

- text


ગાંઠિયાની લારીના ભાગીદારે જ હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના કુભારપરા શેરીમાં ગાંઠિયાની લારી કેમ ખોલી નથી તેમ કહી આ રેંકડીના ભાગીદારે જ રેંકડી ધારક પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રેંકડીધારકે પોતાની ગાંઠિયાની લારીના ભાગીદારે સામે જ હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના કુંભારપરા શેરી નં. ૬માં રહેતા અને નાસ્તાની લારીનો ધંધો કરતા સંજયભાઇ બાબુભાઇ દેગામા (ઉ.વ ૩૦) એ આરોપી નજરૂદીનભાઇ ગનીભાઇ બાદી (રહે મહિકા તા વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદી તથા આરોપીએ ભાગીદારીમા મહિકા ગામે ભજીયા ગાઠીયાની લારી રાખી ધંધો કરતા હોય ગઈકાલે ફરીયાદીની તબીયત સારી ન હોય તથા રવીવાર હોય, ગ્રાહકી રહેતી ન હોય લારી ખોલેલ ન હોય. જેથી, આરોપી ફરીયાદીના ઘરે આવી અને ફરીયાદીને તે આજે લારી કેમ ખોલેલ નથી તેમ કહી ગાળો આપી ફરીયાદીના ઘરમાં પડેલ ચાકુ વતી ફરીયાદીને જમણા પગે નળાના ભાગે ઈજા પહોચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text