મોરબીના પીપળી રોડ પર આઇસરચાલકે બાઇકને ઠોકર મારતા બાઈકસવાર સગીરનું મોત

- text


વાંકાનેરના લાકડધાર નજીક ટ્રક હડફેટે સગીરનું મોત

મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે બે વાહન અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં બે સગીરના મોત નિપજ્યા હતા. પ્રથમ બનાવમાં મોરબીના પીપળી રોડ પર આવેલા સ્વેલકો સીરામીક પાસેથી જીજે3-ઇએમ-3712 નંબરનું બાઈક લઈને જતાં સાહિલ ઈકબાલભાઈ નોડે નામનો 16 વર્ષનો સગીર બાઈક લઇને જતો હતો. તે દરમિયાન પાછળ આવેલા જી.જે. ૩૬ ટી.૮૦૩૫ નંબરના આઇસરચાલક ડ્રાઇવરે પોતાના હવાલાવાળુ વાહન બેફીકરાય અને ગફલતભરી રીતે ચલાવી બાઈક સવાર સગીરને ઠોકર મારતા સગીરને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- text

અન્ય એક બનાવમાં ગત 11 સપ્ટેમ્બરના રોજ વાંકાનેરના ઢુંવા લાકડધાર રોડ પર ટ્રક નં. જી.જે.-૧૩-એ.ટી.-૯૧૯૧નો ચાલકે પોતાના હવાલાની ટ્રક પસાર થતો હતો. તે દરમિયાન આગળ જઈ રહેલા જી.જે.-૩૬-એન-૧૨૬૦ નંબરના બાઈકે પાછળથી ઠોકર મારતા વિપુલ મનસુખભાઇ મકવાણા નામના ઉ.વ. ૧૫ વર્ષના સગીરને હડફેટે લીધો હતો. આ બનાવમાં વિપુલને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બન્ને બનાવમાં મૃતક 18 વર્ષથી નાની ઉંમરના હોવા છતાં વાલીઓ દ્વારા વાહન ચલાવવા આપી ગંભીર બેદરકારી દાખવી હોવાનું પણ સામે આવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text