મોરબીના સીરામીક સીટીના ત્રણ ફેલટમાં થયેલી ચોરીની ફરિયાદ નોંધાઇ

- text


ફ્લેટ માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી

મોરબી : મોરબી નજીક આવેલા સીરામીક સીટીના ત્રણ ફેલટમાં થોડા દિવસો પહેલા લાખોની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ અને કિંમતી મુદ્દામાલ ઉસેડી ગયા હતા. ત્યારે આ ચોરીના બનાવની ફ્લેટ માલિકોએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી, બી ડિવિઝન પોલીસે તસ્કરોને ભાળ મેળવવા રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સીરામીક સીટી આઇ-૧ ફ્લેટ નંબર ૪૦૩ મોરબી-૨માં રહેતા મૂળ ઉતર પ્રદેશના વતની અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હુબલાલ શારદા પ્રસાદ રાજભર (ઉંવ ૩૮) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૦ ના રોજ રાત્રીનાં સમયે અજાણ્યા શખ્સો સીરામીક સીટી આઇ-૧ ફ્લેટ નંબર ૪૦૩ મકાનમાં ચોરીના ઇરાદે ત્રાટકયા હતા અને ફરીયાદીનાં બંધ ફ્લેટનું તાળુ તોડી રાત્રી દરમ્યાન પ્રવેશ કરી સોનાનું મંગલસુત્ર નં‌-૧ ૨૦ ગ્રામ કિં.રૂ. ૪૦,૦૦૦ તથા સોનાની ચેઇન નંગ-૧ ૧૦ ગ્રામ કિં.રૂ.૨૦,૦૦૦ તેમજ સોનાની વીટી નંગ-૧ ૫ ગ્રામ કિં.રૂ.૧૦,૦૦૦ ની એમ કુલ કિં.રૂ.૭૦,૦૦૦ ની મતાની ચોરી કરી ગયા હતા તથા સાહેદ શ્રીધર વેંકુંડુસ્વામી તથા સાહેદ સુનિતકુમાર પ્રદીપકુમાર રોહીલાનાંનાં બંધ ફ્લેટનું તાળુ તોડી ફ્લેટમાં પ્રવેશ કરી ચોરી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text