મોરબીના ડો.વિશ્વાસ લિખિત ગુજરાતી રેપ સોંગ ‘આવ રે વરસાદ..’ નું લોન્ચિંગ

- text


 

મૂળ મોરબીના અને હાલ રાજકોટમાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરતા ડો.વિશ્વાસ કાવરે ગુજરાતીમાં વરસાદનું ગીત લખી અને જાતે જ ગાયને યુટ્યુબ ઉપર મૂક્યું

મોરબી : દરેક ઋતુમાં વર્ષાઋતુનો અનેરો મહિમા છે.વરસાદમાં નહાઈને આનદ મેળવવો એ આહલાદક અનુભૂતિ છે.એમાંય નાના ટાબરીયા કાલીઘેલી ભાષામાં વરસાદમાં નહાઈને આવકારે છે અને પ્રેમીઓ માટે વરસાદમાં ભીંજાવું એ સ્વર્ગથી પણ વિશેષ આનદ હોય છે આથી જાણીતા કવિ રમેશ પારેખે પોતાના કાવ્યમાં વરસાદનું મધુર ગાન કર્યું હતું કે વરસાદનો પહેલો છાંટો મુને વાગ્યો રે લોલ..ઉપરાંત હિન્દી ફિલ્મોમાં રિમઝીમ કે ગીત સાવન ગાયે જેવા અનેક ગીતો આજે પણ અવિસ્મરણીય રહ્યા છે.પરંતુ ગુજરાતમાં વરસાદ પરના ગીત બનાવવામાં દુકાળ છે.ત્યારે મોરબીના યુવાને ગુજરાતીમાં વરસાદ પર ગીત લખીને સ્વંય ગાયને લોકોને સુધી પહોંચાડવાની સુંદર પહેલ કરી છે.

હાલ રાજકોટમાં રહીને એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને મૂળ મોરબીના વતની એવા ડો.વિશ્વાસ રાધવજીભાઈ કાવરએ ભલે આભાસ માટે તબીબી ક્ષેત્ર અપનાવ્યું પણ મૂળ એ સાહિત્ય અને કલાનો જીવ છે.તેમને નાનપણથી ગુજરાતી સાહિત્યમાં જબરી રુચિ છે.આથી તેઓએ અત્યાર સુધીમાં અનેક સારા કાવ્યો અને નવલિકા અને લેખો લખ્યા છે.જેના કારણે તેમને આટલી યુવાન વયે પણ કવિ ,લેખક અને સાહિત્યકાર તરીકે સિદ્ધિ મળી છે.તેમજ સારા વાંસળી વાદક.પણ છે.ડો.વિશ્વાસને ગુજરાતી સાહિત્યમાં હર હમેશ કઈકને કઈક નવું કરવાની સતત આંતસ્ફૂરણા મળતી થઈ છે.તેમણે હમણાં અનુભવે વિચાર આવ્યો કે ,ખાસ કરીને વરસાદ માનવ જીવન માટે અત્યંત રોમાંચકારી છે.જોકે હિન્દી ફિલ્મોમાં તો વરસાદ પર અનેક ગીતો ગવાયા છે અને ખાસ્સા લોકપિય બન્યા છે.પણ ગુજરાતી ફિલ્મો કે આલ્બમમાં વરસાદ પર બહુ ઓછા ગીતો બને છે.

- text

ડો વિશ્વાસના મનમાં ગુજરાતીમાં વરસાદ પર રેપ સોંગ બનાવવાના એટલે ઘુન સવાર થઈ કે તેમણે ગુજરાતીમાં વરસાદના અનુભવ વિશેનું સરસ મજાનું એક ગીત લખી નાખ્યું અને એ ગીતમાં પોતાનો જ મધુર કંઠ તથા મ્યુઝિક આપીને આ ગીતને સુમધુર બનાવી દીધું. ચેતન ફેફરે આ ગીતમાં અફલાતૂન મ્યુઝિક આપ્યું છે.આ અદભુત સોંગમાં મોરબીના મચ્છુ ડેમનો નઝારો તેમજ ભગુભાઈ ભજીયા વાળા સહિતના લોકેશનો લીધા છે.વરસાદમાં ન્હાવાની બાળપણમાં મજા ,વરસાદમાં હેતથી ભીંજાવાનો યુવાનીનો પમરાટ તેમજ વરસાદમાં ભીંજાયા બાદ ગુજરાતીઓને ગરમા ગરમ ભજીયા ખાવાનો શોખ તેમજ નાનપણના આવ રે વરસાદ ,ઢેબરીયો વરસાદ ,ઉની ઉની રોટલી ને કારેલાનું શાકના ગીતના બોલ પણ આવરી લીધા છે.એકંદરે વરસાદમાં આબાલવૃદ્ધને અનેરી મજા પડી જાય તેવું આ અદભુત ગીત બનાવ્યું છે અને આજે આ ગીતનું યુટ્યુબ પર તેમણે અપલોડ કરી દીધું છે અને આગામી સમયમાં સ્પોટીફાય, એપલ મ્યુઝિક, જીઓ મ્યુઝિક, જીઓ સાવન અને ઇન્સ્ટાગ્રામ મ્યુઝિક સહિતના મોટા એપ્લિકેશન ઉપર પણ આ ગીતનું લોન્ચિંગ કરાશે.

- text