મોરબીના ત્રણ સેન્ટરમાં યોજયેલ NEETની પરીક્ષામાં 1247 છાત્રો રહ્યા હાજર

- text


જિલ્લાના નોંધાયેલ 1620 માંથી 373 છાત્ર ગેરહાજર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના છાત્રો ના મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે અગત્યની ગણવામાં આવતી નેશનલ એલિજીબીલીટી એન્ટરેસ્ટ ટેસ્ટ (નિટ)ની તાં 13ના રોજ ગુજરાતના 10 જિલ્લાઓમાં યોજાઈ હતી.મોરબી જિલ્લામાં પણ ત્રણ સેન્ટર નક્કી કરવામા આવ્યા હતા જેમાં આ પરીક્ષા યોજાઈ હતી. કોરોના મહામારી વચ્ચે છાત્રો ભયમુક્ત બની પરીક્ષા આપી શકે તે માટે સેંટર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જિલ્લામાં કુલ 1620 છાત્રો નોંધાયા હતા જેમાથી 1247 છાત્રોએ હાજર રહી પરીક્ષા આપી હતી તો 373 છાત્રો ગેરહાજર રહ્યા હતા.ત્રણ સેન્ટરની વાત કરીએ તો ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમમાં 540 માંથી 407 છાત્ર હાજર અને 132 ગેરહાજર રહ્યા હતા ન્યુ એરા પબ્લિક સ્કૂલમાં 540 છાત્રોમાથી 412 હાજર રહ્યા તો 128 ગેરહાજર રહ્યા હતા તો ત્રીજા સેન્ટરમાં ન્યુ એર ગ્લોબલ સ્કૂલમાં 428 છાંત્ર હાજર અને 112 ગેર હાજર રહ્યા હતા

- text

- text